હિન્દુ, ખ્રિસ્તીઓ ટાર્ગેટ:પાકિસ્તાનમાં લઘુમતીઓ સુરક્ષિત નહીં હોવાનું આખરે સ્વીકાર્યું
પાકિસ્તાનમાં અવાર-નવાર ઈશનિંદાના નામ પર હિન્દુ, અહમદિયા અથવા ખ્રિસ્તી સમુદાયની કોઈ વ્યક્તિની મોબ લિન્ચિંગની ઘટના સામે આવતી હોય છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલાત કરી છે કે હવે પાકિસ્તાનમાં લઘુમતીઓ સલામત નથી. નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતાં ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ધર્મના નામે લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે જે એક ગંભીર બાબત છે. ખ્વાજા આસિફે કહ્યું કે લઘુમતીઓની દરરોજ હત્યા થાય છે. તેઓ ઇસ્લામના પડછાયા હેઠળ સુરક્ષિત અનુભવતા નથી. પાકિસ્તાનની આખી દુનિયામાં બદનામી થઈ રહી છે.બંધારણ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા છતાં ઇસ્લામ સાથે સંબંધિત નાના સંપ્રદાયો સિવાય અન્ય ધર્મના લોકો પણ સુરક્ષિત નથી. લઘુમતીઓના બળજબરી ધર્મપરિવર્તન, અપહરણ
પાકિસ્તાનના માનવાધિકાર પંચે અહેવાલ આપ્યો છે કે શીખ, હિન્દુ અને અન્ય લઘુમતીઓ સાથે બળજબરીથી ધર્મપરિવર્તન, અપહરણ, હત્યા અને ધાર્મિક સ્થળો પર હુમલાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા કોઈ એક રાજ્યમાં નથી પરંતુ દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. અહમદિયા સમુદાય સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એ જ રીતે ખ્રિસ્તી સમુદાયના લોકોને પણ રોજગાર, શિક્ષણ અને અપશબ્દોના નામે હેરાનગતિનો સામનો કરવો પડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.