વિસાવદર તાલુકા પંચાયતની બિલ્ડીંગની હાલત જર્જરિત તંત્ર બેકાળજી.
વિસાવદર તાલુકા પંચાયતની બિલ્ડીંગની હાલત જર્જરિત તંત્ર બેકાળજી.
વિસાવદર
વિસાવદર હાલ તાલુકા પંચાયત જ્યાં બેસે છે, એ બિલ્ડીંગ અત્યારે જર્જરિત હાલતમાં છે. પણ તંત્ર કેમ જાણે ઊંધતું હોય તેમ, આ બાબત તંત્રના ધ્યાને આવતી નથી. હાલની સરકાર આમ તો વિકાસની મોટી મોટી વાતો કરે છે જયારે, જ્યાં ખુદ તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ બેસે છે એ વિસાવદર તાલુકા પંચાયત સાવ જર્જરિત હાલતમાં છે. તો, આ બાબતે તંત્રએ થોડું ધ્યાંન આપવું જોઈએ તેવી હાલ લોકોમાં ચર્ચા થઇ રહી છે. વિસાવદર તેમજ તાલુકા ના 84 ગામોના વિકાસના કામો જે ઓફિસમાંથી થાય છે. આજે એ જ ઓફિસમાં થોડો વિકાસ કરવાની જરૂર છે. તેમ લોકો કહી રહ્યા છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.