પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ની શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ - At This Time

પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ની શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ


પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ની શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ
**
પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨, ૧૨૬૫ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી,૩૫૦ વિધ્યાર્થીઓ ગેરહાજર
***
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૪નો પ્રારંભ તા. ૨૪ જૂન થી ૬ જૂલાઇ દરમિયાન પરીક્ષા લેવાશે.

ધો.૧૦માં ગુજરાતી ભાષામાં ૪૩૨ વિધ્યાર્થીઓ પૈકી ૨૯૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે ૧૩૯ વિધ્યાર્થી ગેર હાજર રહ્યા હતા . જેમાં ગુજરાતી માધ્યમમા ૨૮૮ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૧૩૫ વિધ્યાર્થીઓ ગેરહાજર હતા. દિવ્યાંગ ૧૮ વિધ્યાર્થીએ આપી અને ૫ ગેર હાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં ૫ વિધ્યાર્થીએ પરીક્ષા આપી અને ૪ ગેર હાજર.

ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૮૯૬ વિધ્યાર્થીઓ પૈકી ૭૨૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૭૨ વિધ્યાર્થીની ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમ ૭૪૪ વિધ્યાર્થીઓએ પૈકી ૬૦૬ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૧૩૮ ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ૧૫૨ વિધાર્થી પૈકી ૧૧૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૩૪ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ભૂગોળ વિષયમાં ૧૧૨ વિધાર્થી પૈકી ૯૪ વિધાર્થીઓ પરીક્ષા આપી જ્યારે ૧૮ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. આ વિધાર્થીઓ પૈકી બે દિવ્યાંગ વિધાર્થી હતા. આંકડાશાસ્ત્ર ગુજરાતી માધ્યમમાં ૧૬૩ વિધાર્થી પૈકી ૧૪૪ પરીક્ષાર્થી પરીક્ષા આપી ૧૯ ગેર હાજર રહ્યા હતા. આંકડાશાસ્ત્ર અંગ્રેજી માધ્યમમાં ૧૧ વિધાર્થી પૈકી ૯ પરીક્ષાર્થી પરીક્ષા આપી ૨ ગેર હાજર રહ્યા હતા. અનિવાર્ય વ્યાકરણ ૧ વિધાર્થીએ પરીક્ષા આપી.

આમ પ્રથમ દિવસે ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૧૬૧૪ વિધ્યાર્થીઓ પૈકી ૧૨૬૫ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૩૫૦ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શાંતિ પુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.