રાજકોટમાં ITની તપાસ પૂરી, રૂ.15 લાખ રોકડા મળ્યા, ચાર લોકર સીઝ
ત્રણ દિવસ પ્લાસ્ટિકના દાણાના વેપારીને ત્યાં તપાસ ચાલી.
રાજકોટમાં મંગળવારે એન.એન. પેટ્રોકેમિકલ્સના વેપારીને ત્યાં આઈટી વિભાગે દરોડાની કામગીરી શરૂ કરી હતી. જે ગુરુવારે પૂર્ણ થઇ છે. ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસના અંતે રૂ.15 લાખ રોકડા મળી આવ્યા છે અને ચાર લોકર સીઝ કરવામાં આવ્યા છે. સીઝ કરેલા લોકર આગામી દિવસોમાં ખોલવામાં આવશે. જોકે જ્યાં ટેક્સચોરી માલૂમ થઈ છે તેના દસ્તાવેજો- રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જે અમદાવાદ-મુંબઈ મોકલવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.