બરવાળા વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત ૧૨મી વખત કમલેશ જે રાઠોડની બિન હરીફ વરણી.
અન્ય તમામ હોદ્દેદારો પણ બિનહરીફ વિજેતા જાહેર
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતના બાર એસોશીએશનની ચૂંટણી યોજવા અંગે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ જેના અનુસંધાને બરવાળા બાર એસોશીએશનને પણ ચૂંટણી યોજવા માટે કવાયત હાથ ધરેલ.જેમાં ચૂંટણી અધિકારી તરીકે કરણસિંહ. ડી.રાઠોડની નિમણુક કરેલ જેના અનુસંધાને આજ રોજ તારીખ.૧૯/૧૨/૨૦૨૩ ને મંગળવારના રોજ બરવાળા કોર્ટ ખાતે બાર રૂમ ઓફિસમાં બરવાળા બાર એસોશીએશનના તમામ વકીલ સાહેબની મિટિંગ બપોરે એક કલાકે સિનિયર એડવોકેટ પી.એમ.રાઠોડના અધ્યક્ષ સ્થાને મળેલ જેમા પ્રમુખ તરીકે કમલેશ.જે.રાઠોડ ,ઉપપ્રમુખ તરીકે કે.ડી.રાઠોડ,સેક્રેટરી તરીકે એ.આર.ચાવડા,ખજાનચી તરીકે પ્રવીણ.એચ. સતાણી, લાયબ્રેરીયન તરીકે કે.વી.પરમાર તેમજ એલ.આર.તરીકે એ.એફ.ચૂડેસરા ને સર્વાનુમતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે એડવોકેટ કમલેશ.જે.રાઠોડ ઘણા વર્ષોથી બરવાળા બાર એસોશીએશનનાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેઓની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થતાં તમામ વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.