સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં રજિસ્ટ્રાર – પરિક્ષા નિયામકની ભરતી ઇન્ટરવ્યૂમાં સિન્ડીકેટ રોકવા CYSS દ્વારા માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કાયમી રજિસ્ટ્રાર - પરિક્ષા નિયામકની ભરતી પ્રક્રિયામાં આજથી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ થયેલ. આ ઇન્ટરવ્યૂમાં સિન્ડીકેટ સભ્યો UGC ની ગાઇડલાઇન મુજબ ન બેસી શકે, આ માટેનો પ્રસ્તાવ સેનેટ સભામાં પણ નામંજૂર થયેલો. તેમ છતાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં સિન્ડીકેટ સભ્યોને બેસાડતા, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) દ્વારા આ ઇન્ટરવ્યૂને ગેરકાયદેસર ગણાવી, ઇન્ટરવ્યૂ રદ કરવા માંગ કરવામાં આવી.
જેમાં CYSS પૂર્વ પ્રમુખ સુરજ જે. બગડા, શિક્ષણ પરિષદ પૂર્વ પ્રમુખ દિગુભા વાઘેલા, વિપુલભાઈ તેરૈયા, રાજદીપસિંહ વાઘેલા, પ્રણવ ગઢવી, ઉત્સવ કોરાટ, ચેતન ચાવડા, સંકેત રૂડકીયા વગેરે હાજર રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.