લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોને અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોને અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી


લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ નુ મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે જે અંતર્ગત જિલ્લા ચુંટણી અઘિકારીશ્રી ઘ્વારા વિવિઘ માઘ્યમો ઘ્વારા મતદાનની ટકાવારી વઘે તે હેતુસર ઘણા કાર્યક્રમો તથા નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત આજરોજ લુણાવાડાના વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું
મતદાર જાગૃતિ કાર્યક્રમમાં તમામ સંસ્થાઓની સહભાગીતા આવશ્યક છે જે અનુસાર જુદા જુદા વ્યવસાયકારોને તેમની વ્યવસાયના સ્થળે સેલ્ફી પોઇન્ટ, બેનર, સ્ટીકર તથા સ્ટેમ્પીંગ સ્લોગન લગાવવા તથા ૫ત્રિકાઓ પ્રદર્શિત કરવા અને મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડીસ્કાઉન્ટ તેમજ તેમનુ સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજીત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યું તથા લુણાવાડાના વેપારી એશોરીએશન સાથે મતદાર જાગૃતિમાં સહયોગ અર્થે સહમતી કરાર કરવામાં આવ્યા.
આ બેઠકમાં પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.