નાસતો ફરતો આરોપી બાલાસિનોર થી L.C.B. પોલીસે ઝડપી પાડ્યો
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ એ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલી હતી. જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ તથા PSI પી.એમ. મકવાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટિમો બનાવી તાપસ હાથ ધરી હતી. જે દરમિયાન આ ઘરફોડ ચોરીનો આરોપી એઝાજ અબ્દુલ કરીમ ચૌધરીને બાલાસિનોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પી.એમ. મકવાણા સાથે સ્ટાફના માણસો એ.એસ.આઇ. સંજય, અમરસિંહ, કોન્સ્ટેબલ રાજેશ, ધર્મેદ્ર, વિકેંદ્રસિંહ, નરેંદ્રકુમાર, માધવસિંહ, વિક્રમસિંગ સહિતના માણસો ટીમ બનાવી તપાસ કરી રહ્યા હતા. ત્યારે બાલાસીનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન બાતમી મળેલી કે, મહારાષ્ટ્ર નવી મુબંઇના વાશી પોલીશ સ્ટેશન આઈ.પી.સી. કલમ 454, 457, 380 મુજબ તથા અન્ય ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી એઝાજ અબ્દુલ કરીમ ચૌધરી (રહે. રૂમ નં 02 સાહેબરાવ ચાલ ઉલ્હાસ નગર, સેકટર-4 જિલ્લો થાને મહારાષ્ટ્ર) જે અત્યારે બાલાસિનોર ટાઉન ખાતે ભાડેથી રૂમ રાખીને રહેતો હોવાની માહિતીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઘરફોડ ચોરીનો નાસતો ફરતો આરોપી મળી આવ્યો હતો. જેથી આરોપીને LCB દ્વારા ઝડપી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.