આવો... પશુ પ્રેમની સાથે પશુ જાગૃતતા કેળવી અબોલ જીવોને અસહ્યપીડામાંથી મુક્ત કરીએ-ડૉ. મયંક પટેલ - At This Time

આવો… પશુ પ્રેમની સાથે પશુ જાગૃતતા કેળવી અબોલ જીવોને અસહ્યપીડામાંથી મુક્ત કરીએ-ડૉ. મયંક પટેલ


પહોળો કરી તેના પર પોટેશિયમ પરમેગેનેટ મંદ દ્રાવણ છાંટી ઝીક ઓકસાઇડ પાવડર છાંટવો અથવા તો મલમ જેવું બનાવી લગાડવું.

શીંગડું તૂટે તો લોહી નીકળતું હોય ત્યારે ટીકચર બેન્ઝોઈન પુમડું દાબી પાટો બાંધવો,શિંગડાના મૂળમાં એકાદ બે કલાક માટે જાડી દોરી બાંધવી. જરૂર જણાય તો સમયાંતરે ટીકચર બેન્ઝોઈન પાટા પર રેડવું. માત્ર શીગડાનું બાહ્ય આવરણ નીકળી ગયું હોય અને લોહી નીકળતુ ના હોય તો શીગડા ઉપર ડામર ચોપડવો અથવા તો ખાવાના તેલનો પાટો બાંધવો.

પશુ દાઝે ત્યારે દાઝેલા ભાગે દિવસમાં બે વખત કરેણનું તેલ લગાડવું, દાઝેલા ભાગમાંથી રસી આવતી હોય તો પોટેશીયમ પરમેંગેનેટના દ્રાવણથી તે ભાગ સાફકરી તેના ઉપર સલફાનેમાઇડ પાવડર છાંટવો.

આફરો થાય ત્યારે મગફળીના કે તલના તેલમાં ૬૦ થી ૧૦૦ મિલી ટર્પેન્ટાઈન, ૨૦ થી ૩૦ગ્રામ હિંગ, ૫૦ થી ૬૦ ગ્રામ સંચળ ભેળવી તાત્કાલીક અસરગ્રસ્ત પશુને પીવડાવવું.મેણો ચઢે ત્યારે ૧૦૦ ગ્રામ જેટલી ચાની ભૂકી ઉકાળી તેનું પાણી ઠંડુ કરી એક સાથે પીવડાવી દેવું ત્યારબાદ જુલાબ વાટે વિલાયતી મીઠું ૫૦૦ ગ્રામ, સુંઠ ૫૦ ગ્રામ,ગોળ ૫૦ ગ્રામ એકસાથે દોઢેક લીટર પાણીમાં ઓગળી પાઇ દેવું. આ પ્રકારે ઘણાખરા દર્દની પ્રાથમિક સારવાર ઘરે પશુપાલક આપ મેળે કરી શકે છે.

આ પ્રકારે આપણે સૌ પશુઓની બીમારીના સમયે આ પ્રમાણેની પ્રાથમિક સારવાર થકી પશુને જે તે સમયની  પીડામાંથી મુક્ત કરી શકીયે

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.