પડધરીમાં આશાવર્કર બહેનોનાં રોષ યથાવત મામલતદારને પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત
પડધરી તાલુકાના ત્રણેય પીએચસી સરપદડ, સાલપીપળીયા અને ખોડાપીપરના તમામ આશા અને આશા ફેસીલીટર પ્રશ્નોના ઉકેલ ન આવે ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાલ પર જઇએ છીએ. લધુતમ વેતન અને કાયમી કર્મચારી કરવા, આશાને આકાફેસીલીટર અને આશા ફેસીલીટર ને લઇ તરીકે પ્રમોશન આપવા આશા અને આશા ફેસીલીટરને મળતા વધારો અને પ૦ ટકા ટોપઅપ એક સાથે ૧ થી ૧૦ તારીખ સુધીમાં ચુકવવા તેમજ જોખમી સગર્ભા માતાના બે તપાસના ૪૦૦ રૂપિયા મળતા હતા તે જુન-૨૦૨૪ થી બંધ થયેલ છે તે ચાલુ કરવા વિનંતી, પીએનએમવાય ફોર્મ, પીએમજેએવાય કાર્ડ અને આત્મા કાર્ડ ની કામગીરી કરેલ જે ૨૦૨૧ થી અત્યાર સુધીનું મહેનતાણુ આપવા, વાડી વિસ્તારનો ફેમીલી હેલ્થ સર્વે તેમજ રસીકરણનું મહેનતાણુ ચૂકવવા, સોનોગ્રાફીની તપાસના સાથે જાય તેનું અને ડિલવરીમાં સાથે જાય તેમાં જે.એસ.વાય. સિવાયના ના લાભાર્થીનું પણ મહેનતાણું ચુકવવા ઉપરાંત આશાને ડ્રેસ સિલાઇ તેમજ તેનું કાપડ કોટનનું આપવા તથા આશાને વર્ષ દરમ્યાન વીસેક રજા આપવા, આશા અને આશા ફેસેલીટરને પ્રોવિડંડ ફંડ, ગ્રેચ્યુઇટીફંડ આપવા
આશા ફેસેલીટર ને વધારો ૨૦૦૦ અને આશાને ૨૫૦૦ મળે છે તો આશા ફેસીલીટર ને પણ ૨૫૦૦ રૂપિયા વધારો કરવા, આશા ફેસીલીટર આશાની જેમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઇન્સેટીવ આપવા, આશા ફેસીલીટરન પી.એચ.સી. કે સી.એચ.સી. પર મીટીંગ થતી હોય તેનું ભાડુ ચુકવવા આશા ફેસીલીટરની ખાલી પડેલ જગ્યા ની ભરતી કરવા રજુઆત કરી છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.