વાસિયા તળાવ પાસે દારૂનુ વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો
લુણાવાડા પોલીસ સ્ટેશના માણસો જયારે ટાઉન વિસ્તારમા પેટ્રોલિંગ હતા.તે સમય દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે લુણાવાડા નગરમા વાસિયા તળાવ પાસે એક ઈસમ દેશી દારૂ નુ ઘેર કાયદેસર વેચાણ કરે છે.જેથી પોલીસ કમૅચારીઓ દ્વારા બાતમીના આધારે નજીકના બે રાહદારી પંચોના માણસોને બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ઇસમના રહેણાંક મકાનમાંથી 02 લીટર જેટલો દેશી દારૂ ઝડપાયો હતો.આમ પોલીસ કમૅચારીઓ દ્વારા ઈસમના ઘરમાંથી દેશી દારૂ પકડીને તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.