ભગવતીપરામાં સસરાના ઘરે રાખેલ કોન્સ્ટેબલના દાગીના અને રોકડની ચોરી - At This Time

ભગવતીપરામાં સસરાના ઘરે રાખેલ કોન્સ્ટેબલના દાગીના અને રોકડની ચોરી


તસ્કરો કાયદાના ભય વગર એક કદમ આગળ ચાલી હવે પોલીસના ઘરે પણ ચોરી કરવાં લાગ્યાં છે. ભગવતીપરામાં સસરાના ઘરે રાખેલ કોન્સ્ટેબલના દાગીના અને રોકડ મળી કુલ રૂ.55400 ના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં બી. ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે ભગવતીપરા શેરી નં.22, જયવંદન સોસાયટીમાં રહેતાં ગીતાબેન જયેશભાઈ રાઠોડ (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પતિ રાજકોટ શહેર પોલીસમા ફરજ બજાવે છે. તેઓને સંતાનમા એક પુત્ર-પુત્રી છે.
ગઈ તા.06 ના સાંજના સાતેક વાગ્યાની આસપાસ તેણી ઘરે દરવાજે તાળુ મારી તેમના કુવાડવા રોડ પર રોહિદાસપરામાં રહેતાં સાસુ-સસરાના ઘરે રજા હોય જેથી પરીવાર સાથે ગયેલ અને ત્યાં રોકાયેલ હતા.
ગઈકાલે સવારના નવેક વાગ્યે તેઓ તેમની પુત્રી સાથે ઘરે ગયેલ અને ડેલીનું તાળુ ખોલી ઘરની અંદર પ્રવેશતા મુખ્ય દરવાજામાં મારેલ તાળુ તુટેલુ હોય અને દરવાજો અર્ધ ખુલ્લો હોય જેથી દરવાજો ખોલી અંદર જતા બેડ રુમમા સામાન અસ્ત વ્યસ્ત પડેલ હતો અને કબાટ ખુલ્લો હોય જેમાં રાખેલ તમામ વસ્તુઓ નીચે પડેલ હતી.
તેમજ તીજોરી તુટેલ હોય અને તેમાં રાખેલ સોનાની પેન્ડલ-બુટી નંગ-02 રૂ.40400, ચાંદિની બંગડી બે નંગ રૂ.10 હજાર, રોકડ રૂ. 5 હજાર તીજોરીમાં જોવામા આવેલ નહી. જેથી કોઈ અજાણ્યાં શખ્સો ઘરમાં ઘુસી તિજોરીમાં રાખેલ દાગીના અને રોકડ મળી કુલ રૂ.55400 નો મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.