સિહોર માં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક તેમજ વાહન ચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે આ બાબતે પોલીસ મુક પ્રેશક બની તમાશો જોઈ રહી છે - At This Time

સિહોર માં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક તેમજ વાહન ચાલકોની દાદાગીરી જોવા મળી રહી છે આ બાબતે પોલીસ મુક પ્રેશક બની તમાશો જોઈ રહી છે


સિહોર માં મેઈન બજાર માં વનવે નિયમ નો ઉલ્લાળિયો કરવામાં આવ્યો છે વડલા ચોકથી નાના થી લઈ મોટા વાહનો ફૂલ સ્પીડે ચલાવી રહ્યા છે તેમજ વડલાચોક ખાતે રીક્ષા તથા મેજીક,ઇકો ચાલકો રોડ પર ગાડીઓ રાખી પેસેન્જરો ભરી રહ્યા છે હોમગાર્ડ તેમજ જી.આર.ડી જવાનો ને ટ્રાફિક ન થાય માટે રાખ્યા હોવા છતાં તેઓ પણ મોબાઈલ માં વ્યસ્ત જોવા મળે છે વડલાચોક ખાતે અડધો અડધ રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ વાહન રાખી પેસેન્જરો ભરી રહ્યા છે જાણે કાયદાનો કોઈ ડર નહોય તેમજ સિહોર બસ્ટેન્ડ,ઘાંધળી રોડ,ઘાંઘળી ગામ, ટાણા ચોકડી ખાતે તો વાહન ચાલકોએ રીતસર વારા સિસ્ટમ ગોઠવી છે ખુલ્લા માં પેસેન્જરો ની હાજરીમાં મહિલા કે બાળકો ની હાજરીમાં રીતસર ગાળાગાળી કરી મૂકે છે જાહેર રોડ પર ગાળાગાળી થી નાની દીકરીઓ તેમજ મહિલાઓ ના મોઢા શરમથી ઝૂકી જાય છે છતા પોલીસ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાની પણ ફુરસદ નથી હજુ થોડા દિવસ પહેલા જ એક રીક્ષા ચાલક ને ગાળો ભાંડી તું રીક્ષા કેમ ચલાવે છે તે જોઈ લેવાની ધમકી પણ આપવામાં આવી હતી ખરેખર જો પોલીસ જાગૃત થાય તો આ પેધી ગયેલ વાહન ચાલકો ના ત્રાસ માંથી નગરજનો, પેસેન્જરો ને મુક્તિ અપાવે.
ભાવનગર રાજકોટ રોડ તેમજ ઘાંઘળી ગામે અડ્ડા જમાવી બેઠેલા ખાનગી વાહન ચાલકો રોડ પોતાના બાપ ની જાગીર હોય તેમ ઉભા રહી ટ્રાંફિક સમસ્યા ઉભી કરેછે છતાં પોલીસ ચૂપ કેમ છે તેવા નગરજનો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.