રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા વિસ્તારમાં નવી ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવેલ છે. આ માર્કેટમાં કુલ ૮૩ થડાઓ બનાવવામાં આવેલ છે. આ થડાઓ હાલ રસ્તા પર બેસી ફ્લાવરનો ધંધો કરતા વેન્ડર્સને ફાળવવામાં આવનાર છે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સમયે રામનાથપરા, બેડીપરા, પારેવડી ચોક વિસ્તારમાં વેન્ડર્સનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવેલ છે. આ કામે ૩ સર્વે પૈકી કોઈપણ એક સર્વેમાં જે વેન્ડર નોંધાયેલ હશે તેઓને જાહેર ડ્રોથી થડાની ફાળવણી કરવામાં આવશે. સર્વેની યાદી એસ્ટેટ વિભાગ ખાતે જાહેર કરવામાં આવેલ છે. આજદિન સુધીમાં ૩૫ જેટલા ફોર્મ્સ ભરાઈ ચુક્યા છે અને આગામી પ દિવસમાં બાકી રહેતા વેન્ડર્સે ફોર્મ ભરી આપવા રાજકોટ મહાનગરપાલિકા અનુરોધ કરે છે. ફ્લાવર વેન્ડરના સર્વેમાં નામ આવેલ છે. તેઓએ દિન-૫ માં એસ્ટેટ વિભાગમાં નિયત નમુનાનું બાહેંધરી પત્ર જમા કરાવી આપવાનું રહેશે. જે વેન્ડર દ્વારા બાહેંધરીપત્ર આપવામાં આવેલ હશે તેઓને ડ્રોથી થડાની ફાળવણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. થડાની ફાળવણી થયા બાદ કોઈપણ ફ્લાવર વેન્ડરને રોડ પર બેસી ધંધો કરવાની મંજુરી નહી આપવામાં આવે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.