પાણી પ્રશ્ને સોસાયટીની કમિટીના ત્રાસથી ઝેર પી લેનારા કારખાનેદારનું મોત
શહેરના ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાછળ આવકાર સીટી એપાર્ટમેન્ટ ઇ વિંગ-105માં રહેતાં કારખાનેદાર જીતેન્દ્રભાઇ લક્ષમણભાઇ સગપરીયા (ઉ.વ.55)એ ઢેબર રોડ અટીકા ફાટક પાસે પરમેશ્વર-3માં આવેલા પોતાના ઇલેક્ટ્રીક મોટર બાંધવાના કારખાનામાં ગત 20મીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિલટલમાં ખસેડાયા હતાં. જે તે વખતે તેમણે લખેલી એક સ્યુપસાઇડ નોટ મળી હતી.
જેમાં સોસાયટીની કમિટીના આગેવાનો પર ચોંકાવનારા આક્ષેપો કર્યો હતાં. પોતાના ફલેટમાં જ પાણી અપાતું ન હોઇ વેંચાતુ લેવું પડતું હોવાનું જે ત્રાસને કારણે પોતે આ પગલુ ભરી રહ્યા છે તેવી નોંધ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કર્યાવહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. તેમજ સ્યુસાઇડ નોટના આધારે પરિવારજનો જવાબદાર સામે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. આપઘાત કરી લેનાર જીતેન્દ્રભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, મૃતકે લખેલ સ્યુસાઇડ નોટમાં કમિટીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ દર્શાવેલ હતાં. જેથી હાલ ઉનાળામાં પાણી વગર મરવાને બદલે મારા ભાઈએ ઝેર પી જીવ દિધો છે.જે લોકોના સ્યુસાઇડ નોટમાં નામ લખેલ છે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ.
આપઘાત કરનાર જીતેન્દ્રભાઇ પટેલ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમણે સ્યુસાઇડમાં લખ્યું હતું કે, હું સગપરીયા જીતેન્દ્ર લક્ષમણભાઇ માનસિક પરેશાની ભોગવુ છું. કારણ મારી સોસાયટીમાં ગેરકાયદેસર ચાલતી કમીટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા દરેકની હાજરીમાં ઉપપ્રમુખે જાહેરમાં મને મેઇન ગેઇટથી અંદર પાણી મારા ઘર સુધી ન આવે તેવી ખુલ્લી ધમકી આપી હતી.
હું હાલ ઇ વિંગમાં ભાડેથી રહુ છુ. તે બળજબરીથી ખાલી કરાવવા દબાણ કરાયુ હતું. બીજા બધાને પાણી મળે છે પરંતુ મારા ઘરમાં આ લોકો પાણી આપતાં નથી આ કારણે મારે વેંચાતુ લેવું પડે છે. મેં મારા ફલેટ નં. 105નો મ્યુ . કોર્પોરેશનનો વેરો પણ ભરી દીધો છે. અગાઉ મેં પોલીસમાં અરજી કરી હતી. સોસાયટીમા ગેરકાયદે ચાલતી કમીટી પોતાની ધાક જમાવવા એક પછી એક ઘરને કાઢવાની જોહુકમી ચલાવે છે. અત્યારે વિંગના દરેક ઘરને પાણી મળે છે. મારે પાણી વેંચાતુ લઇને જરૂરીયાત પુરી પાડવી પડે છે. મારુ પાણી ઢોળીને આ લોકો મારા પર અત્યાચાર ગુજારે છે,
મને આ રીતે હેરાન કરવા માટે કમીટી જવાબદાર છે. મને સોસાયટીમાંથી કાઢવા માંગે છે. મારી ઉપર શામ દામ દંડની નીતિ અપનાવી અત્યાચાર ગુજારે છે. હું એટલો કંટાળી ગયો છું કે મેં ફરિયાદ કરવા છતાં તેમાંથી આ લોકો છટકી જાય છે. મને પાણી વીના મારવા માંગે છે, તો હું ઝેર પીને આત્માહત્યો કરુ છું. આ પગલુ ભરવા માટે મને મજબૂર કરનારને સરકાર સજા આપે અને કડક સજાય થાય તેવી મારી અપીલ છે. મારા પરિવારને ન્યા ય આપજો. આ માટે જવાબદાર કમીટીના પ્રમુખ, ઉપપ્રમુખ, વિંગના લોકો જવાબદાર છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.