પાલીખંડા પ્રાથમિક શાળામાં 66 મો સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ. - At This Time

પાલીખંડા પ્રાથમિક શાળામાં 66 મો સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ.


શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા પ્રાથમિક શાળામાં શાળાના 66 મો સ્થાપના દિવસની ઉજવણી
નગરપાલિકા ઉપપ્રમુખ હિમ્મતસિંહ પગી, APMC ના ડિરેક્ટર પ્રતાપભાઈ બારીયા,પૂર્વ કારોબારી અધ્યક્ષ નગરપાલિકા શનાભાઈ બારીયા, SMC ના સભ્યો તેમજ મુખ્ય મહેમાન બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારસિંહ વણઝારા ઉપસ્થિતિમાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. આજના આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ મુજબ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીટ કેળવણી નિરીક્ષક તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા કેક કાપી બાળકીઓને મો મીઠુ કરી શાળાના 66 માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી શાળા સ્થાપના દિવસની ઉજવણીમાં વાર્ષિકોત્સવના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી.આ તબક્કે શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા શાળાના 65 વર્ષનો ઇતિહાસ રજૂ કરી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ એવા ગામના નાગરિકોનું મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.આજના આ પ્રસંગને રસપ્રદ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા બાળકોના મનોરંજન માટે લોક ડાયરો તેમજ હાસ્ય કલાકારને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં લોક ડાયરાના કલાકાર લાલાભાઈ દ્વારા મા-બાપની મહિમાનું ખુબજ સરસ રીતે વર્ણન કરી ગામમાંથી ઉપસ્થિત વડીલો, વાલીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું વધુમાં હાસ્ય કલાકાર પ્રકાશભાઈ ભરોડીયા દ્વારા તેમની કલાનું ભવ્ય પ્રદર્શન કરી ઉપસ્થિત તમામનું મણમોહી લીધું હતું તેમજ આજના શાળા સ્થપના દિવસે ખુબ સરસ જ્ઞાનની સાથે ગમત કરી બાળકોને ઉત્સાહિત કર્યા હતા

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ શહેરા
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.