પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઇ ખાતે સગર્ભાઓનું થેલેસેમિયા બ્લડ કલેક્શન તેમજ જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લેબ ટેક્નિશયન કૃતિકાબેન શાહ દ્વારા થેલેસેમિયા ની તપાસ માટે કુલ 29 ANC ના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા. ફાર્માસિસ્ટ જયેશભાઈ મકવાણા અને મ.પ.હે.વ ભવેશભાઈ ચુડાસમા એ કેમ્પમાં સહયોગ આપ્યો .પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેલ સુપરવાઈઝર કીર્તિભાઈ વરચંદ દ્વારા તમામ સગર્ભાવસ્થા બહેનોને થેલેસેમિયા વિશે સવિસ્તાર માહિતી આપી, માતા અને બાળક માટે જરૂરી પોષ્ટીક આહારની સમજ, સગર્ભાવસ્થા અવસ્થા દરમિયાન આરોગ્ય તપાસ, સરકારી હોસ્પિટલમાં જ પ્રસુતિ કરાવવા સમજ અને 2 બાળકો બાદ ફેમેલી પલાનિંગના ઓપરેશન કરાવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.મ.હે.વ. ભાવેશભાઈ ચુડાસમા દ્વારા સગર્ભાવસ્થા બહેનોને મચ્છરજન્ય રોગો જેવા કે મેલરીયા ,ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માટે જરૂરી માહિતી આપી કેમ્પ બાદ તમામ સગર્ભાવસ્થા બહેનો ને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવ્યો
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.