વિરપુર તાલુકામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું…
વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા...
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહીને લઇ મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો ઘેરાયા છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળી રહ્યો છે. બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે વિરપુર તાલુકામાં વહેલી સવારથી કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા ત્યારે તાલુકામાં કમોસમી વરસાદ વરસે તો ખેતીના પાકોને નુકસાન થવાની સંભાવનાઓને લઈ ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યા છે જો કે હાલ મહીસાગર જિલ્લામાં હાલ કમોસમી વરસાદની કોઈપણ આગાહી કરવામાં આવી નથી પરંતુ વાદળછાયા વાતાવરણથી પાકમાં જીવાત અને ઈયળ પડી જવાની બીકે ખેડૂતમાં ચિંતા જોવા મળી રહી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.