10 અને 11 ઓગસ્ટના રોજ નારાયણી હાઈટ્સ અમદાવાદ ખાતે ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય હેપ્પી ફેસ્ટ 2024 એક્ઝિબિશનનું ખાસ આયોજન રાખવામાં આવ્યું હતું. - At This Time

10 અને 11 ઓગસ્ટના રોજ નારાયણી હાઈટ્સ અમદાવાદ ખાતે ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય હેપ્પી ફેસ્ટ 2024 એક્ઝિબિશનનું ખાસ આયોજન રાખવામાં આવ્યું હતું.


10 અને 11 ઓગસ્ટના રોજ નારાયણી હાઈટ્સ અમદાવાદ ખાતે ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય હેપ્પી ફેસ્ટ 2024 એક્ઝિબિશનનું ખાસ આયોજન રાખવામાં આવ્યું હતું.

અમદાવાદ 10 & 11 ઓગસ્ટ 2024: આત્મનિર્ભર મહિલા ઉદ્યોગસાહસિકોને જીવનમાં વેગ આપવા માટે અને સમાજમાં જરૂરિયાત વર્ગને જેટલું સંભવ થાય એટલું સેવા આપવાના હેતુથી ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 10 અને 11 ઓગસ્ટના રોજ સવારે 10થી સાંજના 9 વાગ્યા સુધી નારાયણી હાઈટ્સ અમદાવાદ ખાતે બે દિવસીય હેપ્પી ફેસ્ટ 2024 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યેક્રમના ઉદ્ઘાટન દરમિયાન ખાસ એસોસિયેશન અમદાવાદ એન્ડ સુરત નાં ચેરમેન લોકેશભાઈ લાલવાણી સાથે MLA પાયલ કુકરાણી, ડીસીપી કાનન દેસાઈ, પરીન્દુ બગત (કાકુ ભાઈ),જય બજરંગ સેના અને આરએસએસ નાં લીડર નીતિન ઉપાધ્યાય, મિસ્ટર ઈન્ડિયા ધરમ સાવલાની, આરજે સેલિબ્રિટી એન્કર RJ સાગર અને માસ્ટરશેફ ફાઇનલિસ્ટ ડીપા છૌહાન્ હાજર રહ્યા હતા.

એક્ઝિબિશન દરમિયાન મિસ ઈન્ડિયા ઈન્ટરકોન્ટિનેન્ટલ 2018 મિસ સુમન ચેલાણીએ જણાવ્યું હતું કે "જ્યાં અમે ઘરેથી કામ કરતી 2000+ મહિલા સાહસિકોને ઉત્થાન અને સશક્ત કરીએ છીએ! આ એવી મહિલાઓ છે જેઓ મોટાભાગે ઘરેથી કામ કરી રહી છે. અમે તેમને સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર તેમની બ્રાન્ડનો પ્રચાર કરવામાં મદદ કરીએ છીએ. અમે સેલિબ્રિટીને પણ તેમના આત્મવિશ્વાસને વધારવા માટે આમંત્રિત કર્યા છે. આ એક્ઝિબિશનમાં અમારી પાસે ફેશનથી લઈને ફેસ્ટિવ સ્પેશિયલ કલેક્શન, ફૂડથી લઈને ફૂટવેર કલેક્શન સુધીના ઉદ્યોગસાહસિકો છે. અમે આ આત્મનિર્ભર મહિલાઓને તેમની પ્રતિભામાં વિશ્વાસ રાખતી હસ્તીઓના સમર્થન સાથે તેમના પ્રોડક્ટ્સ અને સર્વીસને ડિસ્પ્લે કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગર્વ અનુભવીએ છીએ.”

તમણે વધુમાં જણાવ્યું હતું કે હેપ્પી ફેસ્ટ 2024માં અમારી પાસે વિવિધ એકટીવીટસ છે જેમ કે બોલિવૂડ હાઉસી/તંબોલા, ઈન્ડિપેન્ડન્સ હાઉસી/તંબોલા, Sindhi Navratna awards, મિસ & મિસીસ. બ્યુટી ક્વીન ગુજરાત, કુકિંગ કોમ્પીટીશન, કિડ્સ ફેશન શો, ડાન્સ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં કુલ 100+ સ્ટોલ છે જ્યાં બધા મુલાકાતીઓને પ્રોત્સાહિત કરવા અને ફ્રી એન્ટ્રી અને રૂપિયા 5 લાખના ઈનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુંબઈ નિવાસી જય બજરંગ સેનાના પ્રમુખ અને આરએસએસના લીડર નીતિન ઉપાધ્યાયને આ કાર્યક્રમમાં હાજર રહેવા TASS એસોસિએશન અમદાવાદ એન્ડ સુરતના ચેરમેન લોકેશભાઈ લાલવાણી દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ મહાનુભાવ, TASS એસોસિએશન અમદાવાદ અને સુરતના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે મિસ સુમન ચેલાણી સમારોહની સૌથી અનુભવી, મોહક અને મનોરંજક માસ્ટર, મોડેલ, અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને પરોપકારી છે. આગળ વાત કરતાં લોકેશભાઈ લાલવાણી એ જણાવ્યું હતું કે મિસ સુમન ચેલાની માત્ર સિંધી સમાજ માટે જ નહીં પરંતુ દરેક વર્ગની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે જે ગૌરવની વાત છે.

લોકેશભાઈ લાલવાણી વિશે વાત કરીએ તો તેઓ TAS એસોસિએશનના પ્રમુખ છે અને લોકોના જીવનને મદદ કરતી અન્ય પ્રવૃત્તિઓમાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે તેમનામાં ઉભરતા રાજકીય નેતાના તમામ ગુણો છે.

સમાજમાં એવી ઘણી મહિલાઓ, ગૃહિણીઓ, યુવાનો અને બાળકો છે જેઓ પોતાની આગવી પ્રતિભા અને કલાથી ભરપૂર છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ન મળવાને કારણે આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ સમાજની સામે આગળ આવી શકતી નથી.તો આવી વ્યક્તિઓ માટે હેપ્પી ફેસ્ટ એક બેસ્ટ પ્લેટફોર્મ છે.

જય બજરંગ સેનાના વડા અને આરએસએસના નેતા નિતીન ઉપાધ્યાય એ બાંગ્લાદેશમાં બનેલી ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.આ ઘટનાએ તે સમયની યાદો તાજી કરી છે જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું હતું.પરંતુ આપણો દેશ જેમ-જેમ દરેક રીતે વિકસીત થતો ગયો તેમ-તેમ ભારત દેશમાં રહેતા દરેક ધર્મના લોકોની વિચારસરણીમાં પણ વિકાસ થયો છે અને આજે આજ કારણસર આપણા દેશમાં દરેક ધર્મના લોકો એકમય બની શાંતિથી જીવન જીવી રહ્યા છે.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.