પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખે હર ઘર તિરંગા કાર્યક્રમ નો કર્યો પ્રારંભ - At This Time

પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખે હર ઘર તિરંગા કાર્યક્રમ નો કર્યો પ્રારંભ


હાલ સમગ્ર દેશ માં સરકાર દ્વારા હર ધર તિરંગા કાર્યક્રમની શરૂઆત કરતા આજે પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા હર ઘર તિરંગા કાર્યક્રમ નો કર્યો પ્રારંભ

જેના ભાગ રૂપે માળીયા હાટીના કૈલાશ પેટ્રોલિયમ તેમજ માળીયા હાટીના તાલુકા માં વિવિધ જગ્યા પર રાષ્ટ્રધ્વજ લગાડવા નો કાર્યક્રમ ની શરૂઆત કરેલ

‘હર ઘર તિરંગા’ એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળનું એક અભિયાન છે જે પ્રજાને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે.તેમજ એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ પણ બને છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે. તેવી યાદી પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરાશીભાઈ જાવીયા ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image