જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી લોકો મરતા રહેશેઃ ફારૂક અબ્દુલ્લા
- 'જ્યાં સુધી સરકાર ઘાટીના લોકોનું દિલ નહીં જીતી લે અને પાકિસ્તાન સાથે વાત કરીને સમાધાન નહીં કાઢે ત્યાં સુધી કાશ્મીરમાં આતંકવાદનો અંત નહીં આવે'શ્રીનગર, તા. 13 જુલાઈ 2022, બુધવારનેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં બની રહેલી આતંકવાદી ઘટનાઓ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે જ તેમણે ફરી એક વખત રાગ પાકિસ્તાન આલાપ્યો હતો અને તેના સાથે વાત કરવા જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં પહેલાની સરખામણીએ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ તેનો સંપૂર્ણપણે અંત ક્યારે આવશે તે કહેવું અઘરૂં છે. ઘાટીમાં દરરોજ કોઈને કોઈ આતંકવાદી ઘટનાઓ નોંધાતી રહે છે. ત્યારે ફારૂક અબ્દુલ્લાએ આતંકવાદની સમાપ્તિ અંગે એક નિવેદન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે જ્યાં સુધી સરકાર ઘાટીના લોકોનું દિલ નહીં જીતી લે અને પાકિસ્તાન સાથે વાત કરીને સમાધાન નહીં કાઢે ત્યાં સુધી કાશ્મીરમાં આતંકવાદનો અંત નહીં આવે. શ્રીનગરના લોકસભા સાંસદ અબ્દુલ્લાએ આતંકવાદીઓએ મંગળવારના રોજ એક પોલીસકર્મીની હત્યા કરી હતી તે અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી લોકો મરતા રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.