ઓસ્ટ્રેલિયાનો દંભ : યોકોવિચને ડિપોર્ટ કર્યો ને કોરોના પોઝિટીવ ખેલાડીને રમાડી! - At This Time

ઓસ્ટ્રેલિયાનો દંભ : યોકોવિચને ડિપોર્ટ કર્યો ને કોરોના પોઝિટીવ ખેલાડીને રમાડી!


બર્મિંગહામ, તા.૮ઓસ્ટ્રેલિયાએ
ચાલુ વર્ષના પ્રારંભે વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચને એટલા માટે
ડિપોર્ટ કરી દીધો હતો કારણ કે તેણે કોરોનાની વેક્સિન મુકાવી નહતી. પોતાના દેશમાં
કોરોના અંગે ઉચ્ચ ધોરણો જાળવવાનો દંભ કરનારા ઓસ્ટ્રેલિયાએ બર્મિંગહામ કોમનવેલ્થ
ગેમ્સમાં મહિલા ક્રિકેટર તાહીલા મેક્ગ્રાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ હોવા છતાં તેને
ભારત સામેની ગોલ્ડ મેડલ મેચમાં ઉતારી હતી. યોકોવિચના કિસ્સાનો ઉલ્લેખ કરીને સોશિયલ
મીડિયામાં ચાહકોએ ઓસ્ટ્રેલિયા અને કોમનવેલ્થ ગેમ્સના આયોજકોની ઉગ્ર ઝાટકણી કાઢી
હતી. ઓસ્ટ્રેલિયાએ
સામે ચાલીને કોરોના પોઝિટીવ તાહીલાને બહાર રાખવાને બદલ તેને એલિસ પેરીના સ્થાને
પ્લેઈંગ ઈલેવનમાં સમાવી હતી અને ગેમ્સના આયોજકો અને આઇસીસીએ તેમના નીતિ-નિયમોને
નેવે મૂકીને ઓસ્ટ્રેલિયાની હામાં હા મીલાવી હતી. નોંધપાત્ર
છે કેે, ભારતીય
મહિલા હોકી ટીમની ખેલાડી નવજોત કૌરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા તેને ગેમ્સમાંથી
તો દૂર કરાઈ હતી. બર્મિંગહામના આયોજકોએ કહ્યું હતુ કે, તેનું
સિટી લેવલ કોરોનાને ફેલાવે તેવું નથી, એમ કહીને તેને ભારત
આવતી ફ્લાઈટમાં બેસાડી દેવાઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાને કોરોનાગ્રસ્ત ખેલાડીને
રમવાની છૂટ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.