અમદાવાદ : પોલીસની ઓળખ આપી માર મારી મહિલાને લૂંટી લીધી - At This Time

અમદાવાદ : પોલીસની ઓળખ આપી માર મારી મહિલાને લૂંટી લીધી


- પોલીસ સ્ટેશન ગયા બાદ બુટ્ટી પરત આપશે તેમ કહીને મહિલાને રીક્ષામાં બેસવા કહ્યુંઅમદાવાદ, તા. 03 જુલાઈ 2022, રવિવારઅમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને પગ લુછણીયા બનાવવાનું કામ કરતા એક બહેન નકલી પોલીસની ઠગાઈનો ભોગ બન્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા નંદુબેન મણીલાલ પરમારે (ઉંમર- 45 વર્ષ) પોલીસમાં ફરિયાદ નોંધાવીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. નંદુબેનના પતિનું આજથી 15 વર્ષ પહેલા મૃત્યુ થયુ હતું અને તેઓ નારણપીઠાની ચાલીમાં પગ લુછણિયા બનાવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 30 અને 28 વર્ષની ઉંમરના બે દીકરાઓ પણ છે. રીક્ષાવાળાને ધમકાવ્યોશનિવારના રોજ તેઓ બપોરના 1:30 વાગ્યા આસપાસ પોતાના કામના સ્થળ પરથી ભાઈની દીકરી માટે કપડાં લેવા રામરાજ્ય ચારરસ્તા તરફ ગયા હતા. ત્યાર બાદ બપોરના 3:0 વાગ્યા આસપાસ તેમણે રબારી કોલોની પાસેથ રીક્ષા કરી હતી. તેઓ જ્યારે અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પાસે ઉતરવા ગયા ત્યારે એક બાઈક સવારે તેમના પાસે આવીને રીક્ષાવાળાને ધમકાવ્યો હતો કે, 'હું ક્યારનો હોર્ન વગાડું છું, તો પણ તેં રીક્ષા કેમ ઉભી ન રાખી. હું પોલીસવાળો છું અને તારી રીક્ષામાં બેઠેલા બહેનને ઉતરવા ન દઈશ. રીક્ષા આગળ લઈ લે.' ચેક કરવા માટે સોનાની બુટ્ટી માગીત્યાર બાદ રીક્ષાવાળાએ બાઈકની પાછળ રીક્ષા ચલાવી હતી અને તેઓ ન્યુ કોટન એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચે હનુમાનજીના મંદિરની સામે ઉભા રહ્યા હતા. ત્યાર બાદ તે શખ્સે રીક્ષાવાળાને દૂર ઉભા રહેવા કહ્યું હતું. તે અજાણ્યા શખ્સે મહિલાને કાનની બુટ્ટી અને સોનાની સેર ચેક કરવા માટે આપવા કહ્યું હતું. નંદુબેને ના પાડી એટલે તેણે નંદુબેનના ગાલ પર 2 લાફા મારી દીધા હતા. આ કારણે ડરી ગયેલા નંદુબેને ફટાફટ બુટ્ટી કાઢી આપી હતી. ત્યાર બાદ તે શખ્સે બીજા કાનની બુટ્ટીની માગણી કરી હતી અને નહીં આપે તો બીજા બે લાફા મારવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યુંબાદમાં તે શખ્સે આશરે 50,000 રૂપિયાનું મૂલ્ય ધરાવતી સોનાની બુટ્ટી અને સેર (આશરે સવા તોલા વજન) પોતાના પાસે રાખી લીધા હતા અને તે વસ્તુ પોલીસ સ્ટેશન જઈને આપશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેણે મહિલાને તેણી જ્યાં કામ કરે છે તે સ્થળ બતાવવા માટે રીક્ષામાં બેસવા કહ્યું હતું. બાદમાં તેણે રીક્ષાની પાછળ બાઈક ચલાવવાનું શરૂ કર્યું હતું અને તેઓ જ્યારે અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પરત પહોંચ્યા ત્યાં સુધીમાં રસ્તામાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ગભરાયેલા નંદુબહેને પોતે જ્યાં કામ કરે છે ત્યાં પહોંચીને ત્યાં રહેલી મહિલાઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને તેમને સાથે રાખીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમના કહેવા પ્રમાણે તે 40 વર્ષીય અજાણ્યા શખ્સને જોવાથી ઓળખી શકે તેમ છે પરંતુ તેમને બાઈકનો નંબર નથી યાદ રહ્યો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.