વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત કલેકટરશ્રી ડો.મનિષકુમારની અધ્યક્ષ સ્થાને બોર્ડર મિટિંગ યોજાઈ - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત કલેકટરશ્રી ડો.મનિષકુમારની અધ્યક્ષ સ્થાને બોર્ડર મિટિંગ યોજાઈ


કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટરશ્રી ડો.મનિષકુમારના અધ્યક્ષ સ્થાને બોર્ડર મિટિંગ યોજાયી હતી . આ મિટિંગ માં મહીસાગર અને ડુંગરપુર ,બાસવારા (રાજસ્થાન) ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન અરાજકતા ફેલાવતા ઈસમો સામે કડક કાર્યવાહી ,માહિતી ની સરળ આપ-લે તથા ચેક પોસ્ટ પર ચૂંટણી દરમિયાન સઘન ચેકિંગ વગેરે વિશે વિસ્તૃત પુર્વક ચર્ચા કરવામાં આવી . વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 માં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જિલ્લાના તથા બોર્ડર નજીકના તમામ અઘિકારીઓ અને પદાઘિકારીઓને જાગૃત રહેવા તથા જરૂરી કાર્યવાહી કરવા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી .
આ બેઠક માં પોલીસ વડાશ્રી,નાયબ ચૂંટણી અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રી સંતરામપુર,પ્રાંત અધિકારીશ્રી લુણાવાડા,પ્રાંત અધિકારીશ્રી બાલાસિનોર,ડી વાય એસ પી શ્રી,તથા રાજસ્થાનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.