હળવદ નગરપાલિકા દ્વારા હળવદ ના નાગરિકો અને વટેમાર્ગુઓ ને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશય થી DRINKING WATER ATM નો શુભારંભ કરવામાં આવ્યો - At This Time

હળવદ નગરપાલિકા દ્વારા હળવદ ના નાગરિકો અને વટેમાર્ગુઓ ને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશય થી DRINKING WATER ATM નો શુભારંભ કરવામાં આવ્યો


આજરોજ હળવદ નગરપાલિકા દ્વારા હળવદ ના નાગરિકો અને વટેમાર્ગુઓ ને પીવા માટે શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશય થી DRINKING WATER ATM નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી ના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ૧ રૂપિયા માં ૧ લીટર , ૫ રૂપિયા માં ૧૦ લીટર અને ૧૦ રૂપિયા માં ૨૦ લીટર પીવાનું આર. ઓ ઠંડુ શુદ્ધ પાણી મળી રહેશે ત્યારે હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી તુષાર ઝાલારિયા એ આ સેવા નો લાભ લેવા હળવદ ની જાહેર જનતા ને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ માં હળવદ ના સામાજિક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ નગરપાલિકા ના કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.