બાવળા પોલિસે રૂપાલ ગામની સીમમાંથી કફ સીરપ ૧૦૬૧ બોટલ સાથે બે આરોપીની ઝડપી પાડ્યા - At This Time

બાવળા પોલિસે રૂપાલ ગામની સીમમાંથી કફ સીરપ ૧૦૬૧ બોટલ સાથે બે આરોપીની ઝડપી પાડ્યા


બાવળામાં ગેરકાયદેસર કોડીન કફ-સીરપ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અને આવી કફ-સીરપ મેડિકલો અને તેના કરતા પાન ના ગલ્લે ખુબ વેચાણ થતું હોઈ તેમ લાગી રહ્યું છે. આવી કફ-સીરપ યુવાધન નશા માં ઉપયોગ કરે છે. આવા નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે બાવળા પી.આઇ આર.ડી.સગરે પોલીસના યુવાનો ને કામે લગાડતાં પોલીસને બાતમી મળી હતી કે બાવળામાં આવેલી રૂપાલ ચોકડી પાસે આવેલા ફાર્મની બાજુમાં આવેલા ખેતરમાં ધાસચારની આડમાં બાવળામાં આવેલા ભુંસીનો ખાડામાં રહેતાં ભુરો ભરવાડ અને મેહુલ ઉર્ફે કકુ રાવળ ગેરકાયદેસર કફ સીરપની બોટલો રાખીને વેચાણ કરી રહ્યા છે.જે બાતમીનાં આધારે બાવળા પી.આઇ આર.ડી.સગર, કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ ચોહાણ, અશોકસિંહ વગેરેની પોલીસ ટીમે દરોડો પાડીને કફસીરપની બોટલોનું વેચાણ કરતાં જયેશ ઉર્ફે ભુરો હરીભાઇ રાતડીયા(ભરવાડ) અને મેહુલ ઉર્ફે કકુ કાલુભાઇ રાવળ, બંને રહેવાસી, ભુંસીનો ખાડો બાવળાને પકડી લીધા હતાં.તેમની પાસેથી 1,69,760 રૂપિયાની કફસીરપની 1061 બોટલો, 11,000 રૂપિયાનાં 3 મોબાઇલ, 2080 રૂપિયા રોકડા, 30,000 રૂપિયાનું બાઇક મળીને કુલ 2,12,840 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બંનેને જેલના સળીયા પાછળ ધકેલી દઇને માલ ક્યાંથી લાવ્યા હતાં તેની પૂછપરછ કરતાં, આ માલ વિરમગામ તાલુકાના થોરી ગામનાં રણજીત સવાભાઇ ભરવાડે આપ્યો હોવાનું કબુલતાં તેને વોન્ટેડ જાહેર કરીને તમામ વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.