રાજકોટના આજીડેમ વિસ્તારમાં 15 દિવસથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો - At This Time

રાજકોટના આજીડેમ વિસ્તારમાં 15 દિવસથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો


રાજકોટમાં ધો. 12 પાસ યુવાનનું જનતા પ્રાથમિક ચિકિત્સા સેવા કેન્દ્ર સામે આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં મુનાભાઈ એમબીબીએસનો શહેરમાં રાફડો ફાટ્યો છે. ત્યારે આજીડેમ પોલીસે પાડેલા દરોડામાં શીતળાધાર વિસ્તારમાં યુપીથી 2 મહિના પહેલાં આવેલા શખ્સે 15 દિવસથી જનતા પ્રાથમિક ચિકિત્સા સેવા નામનું દવાખાનું ખોલ્યું હોવાનુ સામે આવ્યું હતું. મોહમદ રમીઝખાન મુનીરખાન નામના શખ્સ પાસે મેડિકલની કોઈ ડિગ્રી ન હોવાથી પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા શખ્સના ક્લિનિકમાંથી પોલીસે દવા અને મેડિકલ સાધનો મળી કુલ 16,481નો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.