માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં મોડાસા ખાતે 'સ્વછતા હી સેવા 'કાર્યક્રમ યોજાયો. - At This Time

માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં મોડાસા ખાતે ‘સ્વછતા હી સેવા ‘કાર્યક્રમ યોજાયો.


માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે 15મી સપ્ટેમ્બર થી 15મી ઓક્ટોબર સુધી 'સ્વછતા હી સેવા ' પખવાડીયાની ઉજવણી.
રાજ્યમાં ૧૭મી ૨૦૨૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન અને
સફાઈ કર્મચારીઓને સરકારની અલગ યોજનાઓના લાભથી અવગત કરવામાં આવ્યા અને હેલ્થ ચેકપ કેમ્પ યોજાયો.
સફાઇ કામદારો અને તેમના આશ્રિતો માટે કલ્યાણકારી યોજનાઓને સંતૃપ્ત કરવાનો અને તેમની સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે 15મી સપ્ટેમ્બર થી 15મી ઓક્ટોબર સુધી 'સ્વછતા હી સેવા ' પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોડાસા ખાતે 'સ્વછતા એજ સેવા ' અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો.
રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં જેવા કે બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન, દરિયા કિનારાના પ્રયટનો સ્થળો,પ્રાણી સંગ્રહાલય,રાષ્ટ્રીય ઉદ્યાનો,અભયારણ્યો નદી કિનારા ઘાટ,તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા જાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં ૧૭મી ૨૦૨૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન,સફાઈ કર્મચારીઓને સરકારની અલગ યોજનાઓનો લાભ થી અવગત કરવામાં આવશે.

સ્વચ્છતા હી સેવા 'કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં સફાઈ ઝુંબેશ, ભારત સ્વચ્છતા લીગ,સફાઈ મિત્ર સુરક્ષા,કાર્યક્રમ યોજાયા.મોડાસામાં સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આ પ્રવૃત્તિઓમાં તમામ મહત્ત્વપૂર્ણ જગ્યાઓમાંથી કચરો દૂર કરવો, વારસાગત કચરાને સાફ કરવો, કચરાનું સમારકામ, પેઇન્ટિંગ, સફાઇ અને કચરાની પેટીઓ, જાહેર શૌચાલયો, કચરાના સ્થળો, વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન વાહનો અને મટિરિયલ રિકવરી સુવિધાઓ, સંતૃપ્ત બજારો, જાહેર સ્થળો અને એસબીએમ વોલ પેઇન્ટિંગ્સ અને ડસ્ટબિન સાથેના પર્યટન સ્થળોનું બ્રાન્ડિંગ, સ્વચ્છતા ક્વિઝ, વૃક્ષારોપણ અભિયાનોનું આયોજન કરવું, સ્વચ્છતા પ્રતિજ્ઞા અને સ્વચ્છતા દોડ વગેરેનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિક,નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી પરમાર, DRDA ડાયરેક્ટર શ્રી આર.એન કુચારા, નગરપાલિકા પ્રમુખશ્રી,તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.