તેડવા આવેેલા ભાઇએ રિક્ષાચાલકનો લૂંટ કરવાનો ઇરાદો નિષ્ફળ બનાવ્યો - At This Time

તેડવા આવેેલા ભાઇએ રિક્ષાચાલકનો લૂંટ કરવાનો ઇરાદો નિષ્ફળ બનાવ્યો


​​​​​મોરબી રોડ બાયપાસ ઓવરબ્રિજ પાસે મોડી રાતે બનેલો બનાવ.

મોરબી રોડ, વૈદિક વિહાર સોસાયટીમાં રહેતા જિગ્નેશ મહેશભાઇ નંદાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાતે બાર વાગ્યે માધાપર ચોકડીથી ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતો હતો. ત્યારે એક રિક્ષા આવી અને બેડી ચોકડી જવાના 40 કહ્યા, રૂ.20 ભાડું હોવાનું કહેતા જતો રહ્યો હતો. બાદમાં તે ચાલક આવ્યો અને રૂ.20 ભાડું કહેતા પોતે બેસી ગયો હતો.

બેસતાની સાથે જ નાના ભાઇ નીતિનને ફોન કરી પોતે રિક્ષામાં બેસી ગયો છે. બેડી ચોકડીએ લેવા આવજેની વાત કરતો હતો. ત્યારે મોરબી બાયપાસ રોડ પરના બ્રિજ પાસે પહોંચતા ચાલકે રિક્ષા સાઇડમાં ઊભી રાખી નીચે ઉતરી પાસે આવી શર્ટનો કોલર ઝાલી ગાળો દઇ મારી પાસે છરી છે, અવાજ કરીશ તો મારી નાંખવાની ધમકી આપી હતી.

ચાલકે લૂંટી લેવા ખિસ્સામાં હાથ નાંખી ચેક કરવાનું ચાલુ કર્યું હતું. આ સમયે મોબાઇલ ચાલુ હોય બધી વાત નાનો ભાઇ નીતિન સાંભળતો હતો. તેને સમયસૂચકતા વાપરી સ્કૂટર પર સામે આવ્યો. ભાઇને જોતા જ ચાલકને ધક્કો મારતા તે પડી ગયો અને રિક્ષામાંથી નીચે ઉતરી ગયો હતો.

ચાલકે ભાગવા માટે રિક્ષા ચાલુ કરી હતી અને નાના ભાઇના સ્કૂટર સાથે રિક્ષા અથડાવતા નીતિન નીચે પડી ગયો હતો. પરંતુ તે તુરંત ઊભો થઇ રિક્ષાચાલકને દબોચી લીધો. પોલીસ પૂછપરછમાં રિક્ષાચાલક સુનિલ ધીરજ ડાભી મૂળ જામનગરનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સુનિલની ધરપકડ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.