બેફામ દોડતી ખાનગી બસે વધું એક ભોગ લીધોે:12 વર્ષના ઉદયરાજસિંહ પર તોતિંગ વ્હિલ ફરી વળ્યાં
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ રાજકોટ
► રાજકોટના ઇન્દિરા સર્કલ પરના ઓવરબ્રિજની ઘટના
રાજકોટમાં બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે છાશવારે જીવલેણ અકસ્માત સર્જાય છે. ગઈકાલે સાંજે રૈયા ટેલિફોન એક્સચેંજની સામે ઇન્દિરા સર્કલ પરના ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે નીકળેલી ટ્રાવેલ્સની બસે બાઇકને ઉલાળતાં બાઇકમાં સવાર 12 વર્ષના બાળકનું તેના કાકા-કાકીની નજર સામે જ ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કાકા-કાકી સાથે સીમંત પ્રસંગનું સંબંધીને આમંત્રણ આપીને બાળક પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યાં રસ્તામાં કાળ આંબી ગયો હતો.
► પરિવારના એકના એક પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ: પોલીસે બસ ડિટેઇન કરી નાસી છૂટેલા ચાલકની શોધખોળ આદરી
બનાવની વિગત મુજબ, શહેરના કોઠારિયા રોડ પરના સુખરામનગરમાં રહેતા અજયસિંહ રણજિતસિંહ ચુડાસમા, તેમના પત્ની અને ભત્રીજો ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમા (ઉ.વ.12) નાણાવટી ચોકથી બાઇકમાં બેસી પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને રૈયા ટેલિફોન એક્સચેંજની સામે ઓવરબ્રિજ પર પહોંચ્યા હતા ત્યારે પાછળથી ધનવી2 ટ્રાવેલ્સની બસ પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને બાઇકને ઠોકર મારી હતી . બસની ઠોકરથી અજયસિંહ, તેના પત્ની અને ભત્રીજો ઉદયરાજસિંહ રસ્તા પર ફંગોળાયા હતા, રસ્તા પર પટકાયેલા માસૂમ ઉદયરાજસિંહ પર બસનાં તોતિંગ વ્હિલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
► કાકા-કાકી સાથે સબંધીને સીમંતપ્રસંગનું આમંત્રણ આપી નાણાવટી ચોકથી બાઇકમાં સવાર થઈ ઘરે જઈ રહ્યા હતાં ત્યારે કાળમુખી ધનવરી બસના ચાલકે અકસ્માત સર્જ્યો
જીવલેણ અકસ્માત સર્જી બસચાલક બસ મૂકીને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બસને ડિટેન કરી મૃતકના કાકાની ફરિયાદ પરથી ધનવરી બસ નં. જીજે.03.-બીડબ્લ્યુ.0007 ના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચુડાસમા પરિવારને ત્યાં સીમંતનો પ્રસંગ હોય અજયસિંહ, તેમના પત્ની અને ભત્રીજો ઉદયરાજસિંહ નાણાવટી ચોકમાં રહેતા સંબંધીને આમંત્રણ દેવા ગયા હતા અને બપોરે સંબંધીને ત્યાં જમી સાંજે પરત જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મૃતક ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ઉદયરાજસિંહ એક બહેનનો એકનો એક ભાઇ હતો.જેમના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.