ભરશિયાળે વધતી આજી-1 ડેમની સપાટી !
રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં સરકારની સુચના મુજબ ફરી એકવાર સૌની યોજના અંતર્ગત નર્મદાનીર છોડવામાં આવી રહ્યા છે. રાજકોટવાસીઓને ચોમાસા સુધી પીવાના પાણીની ખેંચ ન પડે તે માટે ફરી એકવાર સિંચાઈ વિભાગ દ્વારા ગત શનિવારથી આજી-1 ડેમમાં નર્મદાનીર છોડવામાં આવી રહ્યુ છે અને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન આજી ડેમમાં 70 એમસીએફટી એટલે કે એક ફૂટથી વધુ પાણી ઠલવી દેવામાં આવ્યુ છે.
સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ મચ્છુ-1 ડેમથી હાલમાં ત્રણ પમ્પ દ્વારા નર્મદાનીરનુ પમ્પીંગ આજી-1 ડેમમાં કરવામાં આવી રહ્યુ છે અને હાલ ડેમમાં 20 ફૂટની સપાટી સાથે 46 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહથી આજી-1 ડેમમાં દૈનિક 20 એમસીએફટી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. આમ ભરશિયાળે રાજકોટના આજી-1 ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજી-1 ડેમમાં વધુ 800 એમસીએફટી પાણી સિંચાઈ વિભાગ દ્વારા અપાનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.