આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના હલરા સબ સેન્ટર - વામકા ગામ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત કિશોરી દિવસ તથા T 3 કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s27tn1bnmoq9ckbv/" left="-10"]

આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના હલરા સબ સેન્ટર – વામકા ગામ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત કિશોરી દિવસ તથા T 3 કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યું


ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત તથા,એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, ના માર્ગદર્શન હેઠળ હલરા સબ સેન્ટર ના વામકા ગામ ખાતે પ્રાથમિક શાળામાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત કિશોરી દીવસ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી એચ ઓ. પરમાર‌ પારૂલ એ. એન. એમ. ગીતાબેન , એમ પી એચ ડબલ્યુ સુરેશ ભાઈ ઝાલા આશવર્કર શાંતિ બેન તથા મીનાબેન તેમજ આગંણવાડી બેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોરી નુ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું.તથા માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી તથા T 3 કેમ્પ અંતર્ગત કિશોરી ઓ નું hb ચેક કરવા માં આવ્યું હતું.
અંતે અલ્પાહાર આપીને કાયૅકૃમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]