89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ભાજપમાં મુરતિયાને તા.27/10/22એ સાંભળવા નિરીક્ષકો જૂનાગઢ આવશે, ટિકિટ ઇચ્છનાર પોતાની દાવેદારી નોંધાવશે
ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ભાજપ શિસ્ત પદ્ધતિ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરતી હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી એક જ પ્રકારની પ્રણાલીથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. પક્ષના સિનિયર નેતાઓને નિરીક્ષક તરીકે પસંદ કરીને જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવતા હોય છે.
ત્રણ દિવસ નિરીક્ષકો રહેશે
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર પિયુષ પરમારને જાહેર કર્યા છે. કોંગ્રેસ કે ભાજપ અત્યાર સુધી કોઈ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. ભાજપ નિરીક્ષકો 27, 28 અને 29 ઓક્ટોબરે સાંભળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હોય છે. જેમાં નિરક્ષકો ટિકિટ ઈચ્છનારા તમામ ભાવી ઉમેદવારોને સાંભળતા હોય છે.
નિરીક્ષકો રિપોર્ટ તૈયાર કરશે
ત્રણ દિવસ સુધી ભાવી ઉમેદવારોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ પાર્લામેન્ટ્રી બોર્ડમાં રિપોર્ટ સોંપવામાં આવશે. હાલતો 89 માંગરોળ વિધાન સભા બેઠક પર લોક મુખે ચર્ચાતાં નામો 1)જૂનાગઢ જીલ્લાના સાંસદ અને પ્રદેશ ભાજપ પાર્લામેટ્રી બોર્ડ ના સભ્ય રાજેશ ચુડાસમાના ધર્મ પત્ની રેખાબેન ચુડાસમા, 2)માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી જેઠાભાઈ ચુડાસમા,3) ચોરવાડ થી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભી, 4) માળીયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા 5) જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, પણ 89 માંગરોળ માળીયા હાટીના વિધાનસભા સીટના પ્રબળ ભાજપના ટીકીટ માટેના ઉમેદવારો છે હવે તા.27/10/22 ના દિવસે કોણ દાવેદારી નોંધાવશે અને કોણ પોતાની દાવેદારી નોંધાવતા નથી તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. કેટલા નવા ચહેરાઓ નિરીક્ષકો સામે ટિકિટની માગ કરશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.