જંગલેશ્વરમાં પાંચ વર્ષના બાળકને રખડતા ઢોરે ઢીંકે ચડાવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત - At This Time

જંગલેશ્વરમાં પાંચ વર્ષના બાળકને રખડતા ઢોરે ઢીંકે ચડાવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત


શહેરમાં મહાનગરપાલીકા પશુ નિયંત્રણમાં વામળી પુરવાર થઈ હોય તેમ રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો હતો. ગઈકાલે સાંજે પાંચ વર્ષના બાળકને રખડતા ઢોરે ઢીંકે ચડાવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવથી લોકોમાં ઢોરના ત્રાસનો ભય આરએમસીએ યથાવત રાખ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, જંગલેશ્ર્વર વિસ્તારમાં રાધેક્રિષ્ના-18માં રહેતો પાંચ વર્ષનો આર્યન નામનો બાળક ગઈકાલે સાંજે જંગલેશ્ર્વર ચોક નજીક આવેલ એક કલાસીસમાં અભ્યાસ માટે ગયો હતો. જયાંથી તે ઘરે પરત ફરતો હતો. ત્યારે જંગલેશ્વર ચોક પાસે બે રખડતા ઢોરની લડાઈમાં માસુમ બાળક હડફેટે ચડી ગયો હતો અને ઢોરે તેને ઢીંકે ચડાવ્યો હતો. દરમિયાન ત્યાં આજુબાજુના પડોશીઓ દોડી આવતા બાળકનો જીવ બચાવી તેમની માતાને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલ બાળકને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં બાળકની માતા આરતીબેને જણાવ્યું હતું કે તેણીના પતિનું ત્રણ માસ પહેલા અવસાન થયેલ છે અને હાલ તે એકના એક પુત્ર સાથે માવતરના ઘરે રહી રસોડાના કામ કરે છે. જયારે મહાનગર પાલીકા તંત્ર પર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે જો રખડતા ઢોરની લડાઈમાં તેમના પુત્રને વધુ ઈજા પહોંચી હોત તો તેની શું હાલત થાત તે તંત્ર નહિ સમજી શકે. માટે તંત્રની ઘોર બેદરકારીના કારણે જ ઢોરના ત્રાસથી અવાર નવાર આવી ઘટના બને છે. તંત્રએ 31 ડિસેમ્બર સુધી નોંધણી કર્યા બાદ નોંધણી વગરના ઢોર પકડવાની મોટી મોટી વાતો કરી હતી. પરંતુ હકીકત કંઈક અલગ જ છે અને તે આ બનાવથી સાચી ઠરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.