આજરોજ શાળાની અંદર આદ્યશક્તિમાં ભગવતી જગદંબાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી
આજરોજ શાળાની અંદર આદ્યશક્તિમાં ભગવતી જગદંબાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની દીકરીઓએ આપણા પ્રાચીન ગ્રાસ તથા મૂળ સનાતન પ્રણાલી મુજબ નવરાત્રીના ગરબાઓ માતાજીના સાંનિધ્યમાં વ્યક્ત કર્યા હતા.આ સાથે આપણી ભારતીય પરંપરાની અંદર નવરાત્રીમાં શક્તિની સાધના શા માટે કરવામાં આવે છે.તેનું આધ્યાત્મિક મહત્વ વિદ્યાર્થીને સમજાવ્યું હતું.ઉપરાંત પ્રવર્તમાન સમયની અંદર નવરાત્રી દરમિયાન કેટલાક દુષણો થી બચવા માટે દરેક દીકરીઓ કેવી રીતના જાગૃત રહેવું જોઈએ તેની સમજણ પણ વિદ્યાર્થીની બહેનોને આપી હતી.શાળાના સમગ્ર શિક્ષક ભાઈ બહેન એ નવરાત્રી મહોત્સવનું સુંદર પ્રિન્સિપાલ વી.કે.મહેતા સાહેબના નિર્દેશન સાથે આયોજન કર્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.