અમદાવાદ સિવાય રાજ્ય માં કયા કયા નાના મોટા શહેરોમાં ચા ના પેપર કપ ના નામે શું ઉઘાડી લુંટ ચાલી રહી છે કે પછી ભ્રષ્ટાચાર…?
દેશ વિદેશ અને ગુજરાત ની ઓળખ એટલે ચા...ગુજરાતમાં કહેવાય છે કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો...
આપણું અમદાવાદ શહેર એટલે દેશ વિદેશમાં વેપાર ઉદ્યોગ અર્થે જાણીતું છે ત્યારે વારંવાર ગરીબી અને સામાન્ય પરિસ્થિતિ ની રેખા હેઠળ જીવતા અને પાયા ની સુવિધાઓ થી અનેક વાર વંચિત રહી રોડ રસ્તા કે કોઈ માર્કેટમાં ચા ની કીટલી ચલાવતો એક મોટો વર્ગ અમદાવાદ શહેરમાં છે, મોટા અધિકારી ઓ થી લઈ નાના માણસ ને ચા ની ચૂસકી થી તાજા રાખવાનું કામ કરતા ચા નું વેચાણ કરતાં ચા ના વેપારીઓ ને સીધી નહીં પણ આડકતરી રીતે ચા ના પેપર કપ રાખતા હોય તે વેપારીઓ ને હેરાન કરવામાં આવે છે અથવા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે,
AMC ના સત્તાધીશો સત્તા ની આડમાં એટલા તો મદમસ્ત બની ગયા છે કે પેપર કપમાં ચા નો ધંધો કરતા વેપારીઓ નું જીવવાનું હરામ થઈ ગયું છે...ચા ના પેપર કપ ના સ્ટોક અને જથ્થો રાખતા વેપારીઓ ઉત્પાદકો શું કોઈ ના સગા થાય છે...? કેમ ચા ના પેપર કપ ના ઉત્પાદન ઉપર રોક નથી લગાવી શકતું તંત્ર...? આ ચા ના પેપર કપ નું ઉત્પાદન નથી રોકી શકતા એ ચા નો વેપાર કરતાં નાના વેપારીઓ ને જ ફક્ત ટાર્ગેટ કેમ કરવામાં આવે છે જેના કારણે ચા ના પેપર કપ આજે અમદાવાદ શહેરમાં લોક મુખે ટોક ઓફ ધ ટાઉન એટલે કે ચર્ચાનો વિષય બન્યો છે,
આ પેપર કપ ના ઉત્પાદકો કોણ છે...? અને શું આ ઉત્પાદન કર્તા શું બહાર થી એટલે કે અન્ય રાજ્યોમાં થી ઉત્પાદન થઈ આવતા પેપર કપ ને સરકારી તંત્ર કે AMC ના સત્તાધીશો સત્તા છે તો કેમ નથી રોકી શકતા...? શું આ પેપર કપ નું ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે...? ચા ના પેપર કપ નું ઉત્પાદન કરતાં શું કોઈ રાજકીય વગ ધરાવતા હોય છે કે પછી અન્ય કોઈ કારણો...?
અમદાવાદ શહેરમાં ચા ના પેપર કપ ને લઈ અનેક વિસ્તારમાં ખેલાઈ રહ્યું છે રાજકારણ કે પછી નાના ચા વેચતા વેપારીઓ ને હેરાન પરેશાન કરવાની અને સીધી કે આડકતરી રીતે ભ્રષ્ટાચાર ની ભૂંડી ભૂખ સંતોષવા ની વૃત્તિ શું કહેશો...?
અમદાવાદ શહેરમાં કેટલાક અસામાજીક તત્વો ચા ની કીટલી ઉપર બેસી AMC ના સત્તાધીશો ની ચાડી ચાપલૂસી અને ચુગલી કરી ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપતા અને તોડબાજો તોડ કરતાં જ હશે એવી આશંકાઓ છે અથવા AMC ના અધિકારીઓ ને સાથે સાંઠગાંઠ કરી જાહેરનામા નો દંડ ભરાવવા ચા વેચતા વેપારીઓ ને આર્થિક નુકશાન પણ પહોંચાડે છે એવી લોક મુખે ચર્ચા નો વિષય બન્યો છે હાલ તો અમદાવાદ શહેરમાં,
અમદાવાદ શહેરમાં ચા નો વેપાર કરતાં વેપારીઓ ગુજરાતીઓ અને પરપ્રાંતિય છે અને આ વેપારીઓ ભલે ભણતર ઓછું હશે પણ બધું સમજે છે અને નિયમ અને કાયદા થી અજાણ પણ નથી, પણ બધા નિયમો અને કાયદા ગરીબ લારી પાથરણા વાળા અને મધ્યમ વર્ગ ના વેપારીઓ માટે જ કેમ...?
ચા ના વેપારીઓ પેપર કપ રાખવા બાબતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દમદાટી મારી દંડ ના નામે તોડ પણ કરતાં જ હશે ને...? અથવા AMC દ્વારા સત્તા નો ઉપયોગ કરી વહાલા દવાલા ની નીતી અમદાવાદ શહેરમાં ઘણા સમયથી લોક મુખે સંભાળવા અને જોવા પણ મળી રહી છે,
અમદાવાદ શહેરમાં ચા નું પીણું વેચાણ કરતાં વેપારીઓ પેપર કપ બાબતે ડરી ડરી ને ધંધો કરતાં જોવા મળી રહ્યા છે અને હવે તો પેપર કપ પણ છૂપાવી ને રાખે છે અને ગુજરાત માં દારૂ ખુલ્લે આમ વેચાય છે અને દારૂ ની રેલમછેલ જોવા મળી રહી છે આ બાબતે સમગ્ર ગુજરાતમાં જાહેર જનતામાં ભ્રષ્ટાચારી બાબુઓ ની વાસ્તવિક છબી જાહેર થઈ રહી છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.