સ્વેર્વિહારીસ્વાનો... નિંદ્રાધિન પ્રશાસન... ગડમથલ માં જીવતી બોટાદની જનતા... ભાઈ ભાઈ બોટાદનાં વિકાસનો નમૂનો... - At This Time

સ્વેર્વિહારીસ્વાનો… નિંદ્રાધિન પ્રશાસન… ગડમથલ માં જીવતી બોટાદની જનતા… ભાઈ ભાઈ બોટાદનાં વિકાસનો નમૂનો…


બોટાદ શહેર અને સમગ્ર તાલુકાના ગામોમા પીવાનું પાણી જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી પસાર થાય છે તે સંપ માં શ્વાનો સ્વિમિંગ કરી રહ્યા છે, કુતરાઓ સ્વિમિંગનો આનંદ માણતાં હોય તેવાં દૃશ્યો સોસિયલ મીડિયામાં વાયરલ થયા છે જે બોટાદના કપલી ધાર પાસે આવેલ મહીપરી યોજના અંતર્ગત આવતા પાણીમાંથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે સ્વચ્છ પાણી કરી લોકોના ઘર ઘર સુધી સપ્લાય થાય તે સંપના છે તેવુ જાણવાં મળે છે. ત્યારે પ્રશાસન ઘોર નિંદ્રામાં ગરકાવ છે આ પાણી લોકોને પીવા માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક હશે.? વોટર ટ્રીટમેન્ટમાં જાળવણી માટે અનેક લોકો રોકવામાં આવ્યા છે તેમ છતાં આવી પરિસ્થિતિ નિર્માણથી જનતાના સ્વાસ્થ્ય પર જૉખમ માટે જવાબદાર કોણ.? "ગોર ફેરા ફેરવી દે ઘર ન ચલાવી દે" તેવી માનસિકતા સાથે જીવતા પદાધિકારીઓ જનતાનાં રૂપિયા વેડફી જાણે પરંતુ છેવાડાના વ્યક્તિ સુધી ઉત્તમ વ્યવસ્થાપન સાથે આજીવન પ્રશ્ન હલ થાય તેની દીર્ધ દૃષ્ટિ લાવવી ક્યાંથી.?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.