એલ.આઈ.સી ઓફ ઇન્ડીયા-બોટાદ ખાતેના એકમ માટે એડવાઈઝર / એજન્ટની જગ્યા માટે તા.૧૨ ઓક્ટોબરના રોજ બરવાળાની આઇ.ટી.આઇ ખાતે ભરતીમેળો યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા બરવાળા તાલુકાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર એલ.આઈ.સી ઓફ ઇન્ડીયા-બોટાદ ખાતેના એકમ માટે એડવાઈઝર / એજન્ટની જગ્યા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ ઔધોગિક તાલિમ સંસ્થા-બરવાળા, બરવાળા-ધંધુકા રોડ, ખાતે તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.