મહિસાગર : કડાણા તાલુકાના દિવડા ગ્રામ પંચાયત ખાતે વિકસિત યાત્રા નું આગમન.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કડાણા તાલુકાના દિવડા ગ્રામ પંચાયત માં આયોજીત કાર્યક્રમમાં મહાનુભાઓ સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો.
આ અન્વયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટ નું વિતરણ કરી માનનીય વડાપ્રધાનશ્રી ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું ત્યારે આ પ્રસંગે.કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમંગુબેન માલીવાડ.મહિસાગર જિલ્લા ઉપપ્રમુખ ભગવતસિંહજી પુવાર સાથે, કડાણા મંડળ ના મહામંત્રીશ્રી કાળુભાઈ ડામોર . મામલતદારશ્રી ભરતભાઈ ખાંટ સાહેબ વિરસિગભાઈ નિનામા રથના ઇન્ચાર્જ શ્રી સાહેબ.તા.પં. સભ્ય લીલાબેન વાગડીયા. અજયપાલ સિંહ સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દરજી ગવરમેન્ટ હા.ના પ્રિન્સીપાલ સહીત, સરપંચ શ્રીઓ, વડીલો, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારીગણ, ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.