હિંમતનગર તાલુકાના ઈલોલ ગામ મુકામે ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં
હિંમતનગર તાલુકાના ઈલોલ ગામ મુકામે ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન હફીજુન્નીશા ઝાકિર હુસેન હરસોલીયા, આ ઝહેરાબેન દારૂવાલા અને હીનાબેન પરમાર દ્વારા કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રિતીબેન પંડ્યા (રાષ્ટ્રીય પ્રમુખ તથા સી.ઈ.ઓ, સી.સી.આઈ ધમૅસાંસદ સા.કા. લોકસભા મત વિસ્તાર), નિમૅલાબેન પંચાલ (જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ), ભાવનાબેન પંડ્યા (તાલુકા મહિલા મોરચા પ્રમુખ), હિનાબેન પરમાર (ન્યાય સમિતિ ચેરમેન, ઈલોલ), ઝહીરાબેન મસી (સરપંચશ્રી ઈલોલ ગામ), વિવિધ સ્પર્ધાઓના જજ તરીકે ઈન્દુબેન જોષી, મીનાબેન સાધુ, રેખાબેન ત્રિવેદી, નીલીમાબેન પટેલ, ચંદ્રિકાબેન પરમાર, ચંદ્રિકાબેન સોની, સોનલબેન મોદી અને યંસાબેન મોદી હાજર રહ્યા હતા અને વક્તા તરીકે ઈંડુબા ઝાલા (સખી મંડળ સભ્ય) રીંકુબેન તીરધર (સામાજિક કાર્યકર્તા ઈલોલ) નિકિતાબેન તીરધર (સખી મંડળ સભ્ય) હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર શક્તિ એટલે કે પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને વિવિધ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્ત્રીઓ કઈ રીતે સક્ષમ અને આત્મનિર્ભર બની શકે અને મહિલા ને મળતા યોજનાના લાભો જેવા કે ગંગા સ્વરૂપ, બેટી બચાવો, કુંવરબાઈનુ મામેરુ, મહિલા માટે ફ્રી શિક્ષણ ની સુવિધા અને અલગ અલગ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી એના પછી મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં આગળ વધે એના માટે જુદી જુદી સ્પર્ધા જેવી કે મહેદી સ્પર્ધા, વાનગી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં યોજવામાં આવી હતી. અને આ કાર્યક્રમ માં વિવિધ સ્પર્ધામાં ભાગ ભાગ લઈ રહેલી મહિલાઓનું ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. હફીજુન્નીશાબેન દ્વારા હાજર રહેલા બધા મહેમાનો, કાર્યકર્તા, પી.એચ.સી સેન્ટર ઇલોલ ગામના સ્ટાફ મિત્રો અને મહિલાનો આભાર માન્યો હતો. અને બધી મહિલાઓએ જોડે નાસ્તો કરી વિદાય લીધી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.