તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ચેકીંગ,નિયમોના ભંગ કરનાર ૧૭ દુકાનદારોને દંડ.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તમાકુ વિરોધી કાયદો "સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફીસર ડૉ હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડૉ દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી. અને ૧૮ વર્ષથી નિચેની ઉંમરના બાળકોને તમાકુનું વેંચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના ૧00 મીટરની ત્રીજીયામાં તમાકુનું વેંચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા 17 દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમનની ગાઈડ લાઈન મુજબ મીઠા ગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮ વર્ષની નિચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેંચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ ૧૭,કેસ કરી ૧૭૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કુવાળા આયુષ ઓફિસર ડો.નિકિતા પોરણિયા, પી. એચ.સી. હેલ્થ સુપર વાઈઝર ભીખાભાઈ પરમાર, લાખાભાઈ દેસાઈ, યોગેશભાઈ, લાલાભાઈ દેસાઈ, વિજયભાઈ કાળા, અરુણાબેન વગેરે જોડાયા હતાં.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.