સંતરામપુર તાલુકાના કણજરા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા દિનેશચંદ્રભાઇ પ્રજાપતિ નો વય નિવૃત વિદાય સમારોહ સ્કૂલ ખાતે યોજાયો.
સંતરામપુર તાલુકાના કણજરા
પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા દિનેશચંદ્રભાઇ પ્રજાપતિ નો વય નિવૃત વિદાય સમારોહ સ્કૂલ ખાતે યોજાયો.
સંતરામપુર તાલુકાના આજ રોજ સંતરામપુર તાલુકામાં આવેલ કણજરા
પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી દિનેશચંદ્રભાઇ જેઠાલાલ પ્રજાપતિ નો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં તેઓને સન્માન પત્ર પાઠવી જેમાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સંતરામપુર તાલુકાના ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉ. પ્રો. કુબેરભાઇ ડિંડોર અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન પટેલીયા , અને ભાજપ સંતરામપુર તાલુકા પ્રમુખ શ્રી બળવંતભાઇ પટેલીયા ને એસ. એમ. સી. અને શાળા પરિવાર કણજરા પ્રાથમિક શાળા અને શાળા સ્ટાફે તેવો એ શિક્ષક ખાતાને આપેલ સેવા બદલ બિરદાવ્યા હતા. તથા વય નિવૃત પછીનું જીવન સુખમય અને દીઘાર્યુ રહે એ માટે શુભકામનાઓ તથા અભિનંદન આપ્યા હતા. ઉપરાંત સ્ટાફ તરફથી તેઓ ને વિવિઘ ભેટ પણ આપવામાં આવ્યા હતા. દિનેશચંદ્ર જેઠાલાલ પ્રજાપત એ ટોટલ ૩૪ વર્ષ સુધી શિક્ષક ખાતા માં ફરજ બજાવી છે. જેમાંથી ૨૪ વર્ષ તેવો એ સંતરામપુર તાલુકામાં આવેલ કણજરા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવી અને આજે ૦૮/૧૦/૨૦૨૨ ના રોજ નિવૃત થયા હતા જોકે વિદાય લઈ રહેલ દિનેશચંદ્ર જેઠાલાલ પ્રજાપત ના આ વય નિવૃત્તિ કાર્યક્રમ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પ્રસંગે સંતરામપુર તાલુકાના ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉ. પ્રો. કુબેરભાઇ ડિંડોર અને તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી શારદાબેન પટેલયા, અને સંતરામપુર તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઇ પટેલયા વગેરે કર્મચારીઓ તથા સગાસંબધીઓ, આગેવાનો, ગામજનો આજુ બાજુના રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.