જસદણમાં આઉટ સોર્સિગ કર્મચારીયોના પગારની પોલીસી બદલવા તેમજ લાભો આપવા બાબત અપાયું આવેદન પત્ર - At This Time

જસદણમાં આઉટ સોર્સિગ કર્મચારીયોના પગારની પોલીસી બદલવા તેમજ લાભો આપવા બાબત અપાયું આવેદન પત્ર


જસદણમાં આઉટ સોર્સિગ કર્મચારીયોના પગારની પોલીસી બદલવા તેમજ લાભો આપવા બાબત અપાયું આવેદન પત્ર

જસદણમાં આઉટ સોર્સિગ કર્મચારીયોના પગારની પોલીસી બદલવા તેમજ લાભો આપવા બાબત અપાયું આવેદન પત્ર જેમાં કામદારો ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના પેટા કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ( GETCO ) ના ૬૬ કેવી.સબ સ્ટેશનના આઉટ સોર્સિંગ સ્ટાફથી છેલ્લા ૧૫ વર્ષોથી ચલાવવામાં આવેછે જેમાં કર્મચારી ( SBO ) જે ડીપ્લો.અને ડીર્ગી.એન્જિનિયરની અને ( E / A ) જે આઈ . ટી . આઈની લાયકાત ધરાવે છે , જે પુરી ઈમાનદારી અને પ્રમાણીકતાથી ફરજ બજાવે છે. આજ કામ GETCO ના કાયમી કર્મચારી દ્વારા પણ લેવામાં આવે છે . પરંતુ બંનેમાં પગારનો તફાવત ખુબ જ મોટો છે . જયારે આઉટ સોર્સિંગ કર્મચારીયોનો પગાર ૭૦૦૦ થી ૮૦૦૦ નહિવત હોય છે . જે અનુંસંઘાને આઉટ સોર્સિગ કર્મચારીઓની પગારની પોલીસીમાં બદલાવ ખૂબ જરુરી છે . તદુપરાંત અમો કામદારો ૬૬ કે.વી. / ૧૧ કે.વી.ના હાઈ વોલ્ટેજમાં કામગીરી કરતા હોય તેમ છતા કાયમી કર્મચારી ( GETCO ) ની સરખામણીએ કોન્ટ્રાકટર કર્મચારીયોને વઘારે પડતી હદે શોષણ કરવામાં આવે છે.જેમાં ભારતીય મજદૂર સંઘના કોન્ટ્રાકટર કર્મચારીયોની સાવ સસ્તી દગીની કઈક અંશે મૂલ્ય વધે અને જેઓનો પરીવાર સન્માનથી જીંદગી જીવી શકે . જેઓની કેટલીક તકલીફોને ધ્યાનમાં રાખી પ્રશ્નોનાં નિકાલ થાય તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી ઉર્જા વિભાગ અને GETCO અધિકારીઓને માર્ગદર્શન કરો એવી વિનંતી ઉકેલ લાવવા આવેદન પત્ર પાઠવ્યું હતું અને નીચે મુજબના મુદદાઓને ધ્યાને લઈ તેનો યોગ્ય અને વહેલામાં વહેલી કેટલાક મુદદાઓને માંગણી રુપે રજુઆત કરીએ છીએ જેમ કે . ( ૧ ) GETCO ના તાબા હેઠળના ૬૬ કે.વી. સબ સ્ટેશનનોમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓએ સતત ૨૪૫ થી વઘુ દિવસ કામ હોય તેવા તમામ કર્મચારીઓ આઈ.ડી. એકટ મુજબ નામદાર વડી કચેરીના ચુકાદાઓ મુજબ તે કર્મચારીઓને તે દિવસથી કાયમી કરી તમામ લાભો એરીયસ સહિત ચૂકવી આપવા . ( ૨ ) ૫ વર્ષ કે તેથી વઘારે નોકરી કરવા છતા પણ તે દરમિયાન અમારા હકો જેવા બે પગાર વધારો , એરીયસ , મોંઘવારી ભથ્થું , હક રજાઓ , અને જાહેર રજા ભથ્થું તેમજ મેન્ટેન્સ માટે ટ્રાવેલીંગ એલાઉન્સનો લાભ આપવામાં આવેલ નથી જેનો તાત્કાલિક અમલ સાથે લાભ આપવો .( ૩ ) GETCO ખાતે ચલાવવામાં આવતા આઉટ સોર્સિગ કર્મચારીને અપાતા પગાર સંલગ્નમાં મેડીકલેમ્પ , અકસ્માત વિમો ESI ના લાભો આજદિન સુધી મળેલ નથી . ( ૪ ) સમાન કામ સમાન વેતન : – જયારે GETCO હસ્તક ચાલતા સ્ટેશનોના સ્ટાફને પગાર વઘારો , વીમો , જાહેર રજાઓ , સેફટી , હક રજાઓ , જાહેર રજાઓ ભથ્થું , અને ટ્રાવેલીંગ એલાઉન્સ જેવા લાભો મળે છે . પરંતુ એની સરખામણીએ આઉટ સોર્સિગના કર્મચારીઓને ઉપરોકત કોઈ પણ પ્રકારના લાભો મળતા નથી . તદુંપરાંત આ લાભોની વાત આગળ રજુઆત કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની , ટ્રાન્સફર કરવાની અથવા તો મળતા પગારમાંથી અમુક રકમ પેનલ્ટી પેટે કાપવાની ધમકીનો કોન્ટ્રાકટ એજન્સીઓ તરફથી આપવામાં આવે છે . તેથી દરેક આઉટ સોર્સિંગ કર્મચારીઓને તાત્કાલીક આ બઘા લાભો આપવા અને જોબ સિકયુરીટી અપવી . એજન્સીને આપેલ લાઈસન્સમાં શરત નં .૫ માં સ્પસ્ટ લખવામાં આવ્યુ છે કે જો GETCO ના મૂળ માલીકના જેવું જ કામ કોન્ટ્રાકટરે રાખેલા શ્રમયોગી પાસે કામ લેવામા આવે તો વેતન દર કામના કલાકો , રજાના દિવસો , તેમજ અન્ય ભથ્થા સરખા હોવા જોઈએ . પરંતુ GETCO ) અને એજન્સી દ્વારા ગુજરાત સરકારના લાઈસન્સનું ઉલ્લંધન કરવામાં આવે છે . જેના કારણે આર્થિક શોષણ થાય છે જેને અટકાવવા વિનંતી ( ૫ ) અમુક વર્ષોની સતત નોકરી કરી હોવા છતા તેવા સ્ટાફની કાયમી ભરતીના લાભો મળતા નથી.તો તેવા કર્મચારીઓને કાયમી ભરતી કરી યોગ્ય લાભો આપવા . ( ૬ ) જેટકો દ્વારા સબ સ્ટેશનમાં પહેલા એજન્સીઓ દ્વારા સબ સ્ટેશનમાં ચોકીદાર આપવામાં આવતા જે છેલ્લા ત્રણ વર્ષથી બંઘ કરેલ છે . જે પુનઃસ્થાપન કરવા વિનંતી . ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોશન લિમિટેડ ( GETCO ) માં વર્ષોથી અને ૬૬ કે.વી.સબ સ્ટેશનના આઉટ સોર્સિંગ કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોને અગ્રિમતા આપી વહેલામાં વહેલી તકે ઉકેલ આવે એ બાબતે આપશ્રીને આગ્રહ ભરી વિનંતી કરતું આવેદન પત્ર આપ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image