ગૌચર ચરી જતા આખલા લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ગૌચર સુધારણા ની યોજના ની કરોડો ની રકમો સરપંચ તલાટી અને પશુ ચિકિત્સકો ભેગા મળી ને ચાવી ગયા ચૂંટણી પહેલા ગાય પછી બાય બાય સરકારે ગૌચર સંલગ્ન ૧૧ થી વધુ યોજના બંધ કરી
લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય માં ગૌચર સુધારણા ની યોજના ની કરોડો ની રકમો સરપંચ તલાટી અને પશુ ચિકિત્સકો ભેગા મળી ને ચાવી ગયા
ચૂંટણી પહેલા ગાય પછી બાય બાય સરકારે ગૌચર સંલગ્ન ૧૧ થી વધુ યોજના બંધ કરી
દર વર્ષ ની ૩૧ માર્ચે ગુજરાત ના કુલ બજેટ ના ૨% નાણાં જાહેર જમીન જાળવણી પાછળ કાગળ ઉપર લેવાય છે પણ અખલા ચરી જાય છે
ગાયોના નામે મત માંગ્યા, હવે બધુંય ભૂલાયુ
ગૌસેવા-ગૌચરને લગતી ૧૧ થી વધુ યોજનાઓ સરકારે બંધ કરી દીધી ચૂંટણીઓ વખતે ગાયના નામે મત માંગનાર ભાજપ સરકાર હવે જાણે આ બધુય ભૂલી રહી છે. રાજ્ય સરકારે ગૌસેવા-ગૌચર વિકાસ બોર્ડની ૧૧ સહાયકારી યોજનાને અચાનક જ બંધ કરી દીધી છે. ખુદ રાજ્ય સરકારને વર્ષો બાદ એવી જાણ થઈ કે, આ
બધીય સહાયકારી યોજનાઓ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહી હતી. તેનો અસરકારક અમલ જ થતો નથી. આ જોતાં રાજ્યના કૃષિ વિભાગે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ બધીય સહાયકારી યોજના બંધ કરી દીધી છે. એટલુ જ નહીં, રાજ્ય કૃષિ વિભાગે રૂા.૪.૬૦ કરોડની ગ્રાન્ટ સ્થગિત કરી દીધી છે. કતલખાને ધકેલાતાં પશુઓને ઇનામ નહીં મળે જીવદયા બચાવતા ગૌરક્ષકોને પ્રોત્સાહન લાઈનને તાળું મારી દેવાયું ભાજપના શાસનમાં ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની દશા દયનીય છે. આ બોર્ડમાં અત્યારે માંત્ર બે-પાંચ અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે બોર્ડ રીતસર ડચકાં ખાઈ રહ્યું છે. ચૂંટણી વખતે ગાય અને પછી બાય જીવદયાના શબ્દો ઉચ્ચારીને મતદારોને રિઝવવામાં ભાજપના શાસકો જરાયે કમી રાખતા નથી.ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત અગિયાર યોજના હાલપુરતી રાજ્ય સરકારે બંધ કરી દીધી છે. હવે ગાયોને કતલખાને જતાં બચાવતાં ગૌરક્ષકોને પ્રોત્સાહન ઇનામ નહી મળે કેમકે, આ યોજના પણ સ્થગિત કરાઇ છે. જીવદયા હેલ્પ લાઇન પણ મોટા ઉપાડે શરૂ કરાઈ હતી તેને ય તાળુ મારી દેવાયુ છે. બાંગરા સાંઢના ખસીરકણની યોજના, વાછરડા-બળદ પરિવહન ખર્ચની યોજના અભિરાઈ ચડાવી દેવાઈ છે. ઉત્તમ આનુવંશિક ગુણવત્તા વાળા સાંઢ- વાછરડીના ધણની યોજના બંધ કરાઈ છે.હેલ્પ પશુપાલકો ખેડૂતોને ગૌચરના વિકાસની તાલીમ આપવાનું બંધ કરાયુ છે. રાજ્ય કૃષિ વિભાગે કઈ કઈ યોજના બંધ?
ગૌરક્ષકને પ્રોત્સાહન આપવા ઇનામ આપવાની યોજના જીવદયા હેલ્પલાઇન યોજના પશુઓળખ પધ્ધતિની યોજના આદર્શ ગૌચર યોજના વાછરડા-બળદ પરિવહન ખર્ચ યોજના પશુઓના છાણમાંથી જૈવિક ખાતર યોજના બનાવવાની આનુવાંશિક સાંઢ-વાછરડીનુ ધણ પેદા કરવાની યોજના પશુપાલકો-ખેડૂતોને ગૌસંવર્ધન અને ગૌચર વિકાસની તાલીમની યોજના પ્રદર્શન એકમ ની લાયબેરી યોજના
ગાયોના આર્થિક ઉત્પાદન વધારવા પ્રસાર-પ્રચાર માટેની યોજના લાખની ફાળવણી કરી હતી. તેમાં ય આ અગિયાર યોજના માટે રૂા.૪.૬૦ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી યોજનાઓ બંધ કરી દેવાતાં ગ્રાન્ટ પણ સ્થગિત કરાઇ છે.આ યોજનાઓ બંધ કરી દેવાતાં કૃષિ વિભાગના સત્તાધીશોએ એવો બચાવ કર્યો છેકે, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં કેટલીય યોજના એવી હતીકે, જે માત્ર નામ પુરતી જ રહી હતી. કેટલીક યોજનાનો એવી છેકે, જે કૃષિ વિભાગ અને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં ય કાર્યરત છે. કેટલીક યોજના એવી છેકે, જે માત્ર કાગળ પુરતી જ રહી છે. આ બધાય કારણોસર આ યોજના બંધ કરાઇ છે.રાજ્ય કૃષિ વિભાગે આ યોજના અંગે એક કમિટીની રચના કરી હતી તેની ભલામણને પગલે આ બધીય યોજનાને અભિરાઈએ ચડાવી
દેવાઈ છે. આમ સરકારે એક પછી એક નિગમોમાં બિનઅસરકારક યોજના બંધ કરવા નક્કી કર્યુ છે.ગૌચર સુધારણા માટે ફળવેલી રકમો પશુ ચિકિત્સકો પાસે ગૌચર સુધારણા નું કામ થયું હોવા ના રેકર્ડ ઉભા કરી તલાટી મંત્રી સરપંચ અને પશુ ચિકિત્સકો એ બનાવતી ખર્ચા દર્શવાવી ભાગ પાડી ગૌચર સુધારણા ની કરોડો ની રકમ ચાવી ગયા
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.