બાયડ પોલીસની પ્રશંસનીય કામગીરી.
બાયડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાનો દોરો ગુમ થઈ જતાં બાયડ પોલીસે શોધી પરત કર્યો. બાયડમા આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો નો અડ્ડો છે ત્યારે આજે બાયડના રહેવાસી કપિલાબેન ઠાકોર આજે સાંજે(૫.૦૦) વાગે આણંદ જવાનું હોઈ બસ સ્ટેન્ડે આવી બસ માં બેઠા અને આણંદ ની બસ ઉપડ્યા બાદ જૂના બસ સ્ટેન્ડ પહોંચ્યા બાદ એમને ખબર પડી કે તેમને પહેરેલો સોનાનો દોરો તેમના ગળામાં નથી તો તેમને બસમાં બુમાબુમ કરતા બસ સાઈડ માં ઉભી રાખતા બાજુમાં રહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બાયડ પી.એસ. આઈ.એન.આર. રાઠોડ, જમાદાર રવિભાઈ, કોન્સ્ટેબલ સંદીપભાઈ ની ટીમ આવતા બસમાં તપાસ કરતા સોનાનો દોરો સીટ નીચે પડી ગયેલ મળી આવતા પોલીસ ટીમે કપિલાબેન ને પરત કર્યો હતો. બાયડ પોલીસની આ કામગીરી ને ત્યાં હાજર લોકોએ પ્રશંસા કરી હતી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.