રાજકોટમાં સૌપ્રથમવાર હિરપરા પરીવાર નો અનોખો સ્નેહ મિલન માં રક્તદાન કેમ્પ, સરસ્વતી સન્માન, અંગદાન અંગેની જાગૃતિ ના સદેશ સાથે યોજાશે - At This Time

રાજકોટમાં સૌપ્રથમવાર હિરપરા પરીવાર નો અનોખો સ્નેહ મિલન માં રક્તદાન કેમ્પ, સરસ્વતી સન્માન, અંગદાન અંગેની જાગૃતિ ના સદેશ સાથે યોજાશે


રાજકોટમાં સૌપ્રથમવાર હિરપરા પરીવાર નો અનોખો સ્નેહ મિલન માં

રક્તદાન કેમ્પ, સરસ્વતી સન્માન, અંગદાન અંગેની જાગૃતિ ના સદેશ સાથે યોજાશે

રાજકોટમાં પ્રથમવાર સમસ્ત હિરપરા પરીવારનું તા.૦૫/૦૧/૨૫ રવીવારે, ધ્રુવીશા પાર્ટી પ્લોટ, મવડી–કણકોટ રોડ, સમરવેવ વોટર પાર્ક સામે, ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજની સામે, રાજકોટ ખાતે સ્નેહમિલન રાખવામાં આવ્યુ છે. શિયાળાની ઠંડીની સિઝનમાં સીવીલ હોસ્પિટલમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમજ માર્ગ અકસ્માત, બ્રેઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યક્તિનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યક્તિ Brain Dead (બ્રેઇન ડેડ) ગણાય છે. આવી વ્યક્તિનાં કીડિની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેનાં આવા અંગો નિષ્ક્રીય થઈ ગયા છે તેમને અપાય તો તેમની જીંદગી બચી શકે છે માટે અંગદાન અંગેની જાગૃતિ વધુને વધુ લોકોને મળે તેવા શુભ હેતુથી અંગદાન જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરાયું છે. જેમાં ડો. સંકલ્પ વણઝારા દ્વારા સમસ્ત હીરપરા પરીવાર તથા ઉપસ્થિત મહેમાનોને અંગદાન વિશેનું માર્ગદર્શન આપશે. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી દ્વારા હિરપરા પરીવાર સભ્યો તથા આવનારા તમામ આમંત્રીત મહેમાનોને અંગદાનનો સંકલ્પ લેવડાવશે અને અંગદાન અંગેના ફોર્મ વિતરણ કરશે. સાથમાં જ હિરપરા પરીવારનાં તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન યોજાશે. હીરપરા પરીવાર આયોજીત સ્નેહમીલનમાં પધારવા માટે હિરપરા પરીવારે આમંત્રણ પાઠવ્યું છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઈ, ચંદુભાઈ, મહેશભાઈ સંદીપભાઈ, મિલનભાઈ, આદર્શભાઈ, લક્ષીતભાઈ, સંજયભાઈ તથા રાજકોટમાં રહેતા સમસ્ત હિરપરા પરીવારની યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.