સુરત ના વાતાવરણ ની થશે કાયાપલટ : પ્રકૃતિપ્રેમી બંધુઓનો અભુતપુર્વ ઐતિહાસિક નિર્ણય, - At This Time

સુરત ના વાતાવરણ ની થશે કાયાપલટ : પ્રકૃતિપ્રેમી બંધુઓનો અભુતપુર્વ ઐતિહાસિક નિર્ણય,


સુરત ના વાતાવરણ ની થશે કાયાપલટ : પ્રકૃતિપ્રેમી બંધુઓનો અભુતપુર્વ ઐતિહાસિક નિર્ણય,

1).સુરત ની બદલાશે 'મુરત' : ટુંક સમયમાં સુરત બનશે હરિયાળું સુરત, ખુબસુરત સુરત, ગ્રીન સુરત.
2). સુરત તથા મુંબઈ સ્થિત ખ્યાતનામ ડાયમંડ કંપની J. K. STAR ના માલિક એવા બે પ્રકૃતિપ્રેમી બંધુઓ એવા શ્રી શૈલેષભાઈ લુખી તથા શ્રી નંદેશભાઈ લુખી નો સુરત શહેરમાં 50,000 થી વધુ બહુવર્ષાયુ વૃક્ષો વાવી ત્રણ વર્ષ સુધી તેમનો નિભાવ તથા જાળવણી કરવાનો સંકલ્પ...3). વૈશ્વિક સ્તરે એક જ શહેર માટે એક જ કુટુંબ નુ આ પ્રકારનુ સૌપ્રથમ ઐતિહાસિક માતબર અનુદાન અને ઉત્કૃષ્ટ સત્કાર્ય...
દસ કુપ સમો વાપી, દસ વાપી સમો હદ,,
દસ હદ સમો પુત્ર, દસ પુત્ર સમો હ્યુમ - મત્સ્યપુરાણ, શ્લોક ૫૧૨.અનુવાદ:- દસ કુવા સમાન એક વાવ છે, દસ વાવ સમાન એક તળાવ છે, એવા દસ તળાવ સમાન એક પુત્ર છે જ્યારે દસ પુત્ર સમાન એક વૃક્ષ છે...મત્સ્યપુરાણ મા પુત્ર કરતા પણ વધુ મહાત્મ્ય વૃક્ષો નુ લખાયેલું છે ત્યારે આ સુત્ર ને બરાબર વાંચી, વિચારી અને બહુ સારી રીતે સમજીને અંતરમાં ઉતારી અને પ્રકૃતિ માતા પ્રત્યે તેમજ કુદરત પ્રત્યે ની પોતાની ફરજ સમજીને એક અભુતપુર્વ અને અવિસ્મરણીય કાર્ય સુરત શહેર ની જનતા માટે કરવાનો સંકલ્પ કર્યો છે એવા આપણા સૌના લાડીલા અને વાસ્તવમાં પ્રકૃતિ પ્રેમી નુ બિરૂદ આપી શકાય એવા વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી અને છેલ્લા 27 વર્ષ થી કાર્યરત ખ્યાતનામ કંપની ના માલિક એવા માનનીય....શ્રી શૈલેષ ભાઈ લુખી તથા
શ્રી નંદેશ ભાઈ લુખી (J. K. STAR - SURAT - MUMBAI )આ બંધુઓ કે જેમનું મુળ વતન ભાવનગર જિલ્લાના ગારીયાધાર ની બાજુમાં આવેલા નવાગામ છે અને માતૃ શ્રી ચંપાબેન પોપટભાઈ લુખી તથા પિતા શ્રી પોપટભાઈ ઝવેરભાઈ લુખી જેવા માતા-પિતા ના શીતળછાંયા રૂપી આશીર્વાદ થી સમગ્ર સુરત શહેરમાં વૃક્ષારોપણ થકી સુરત ની માનવસૃષ્ટિ તેમજ સજીવસૃષ્ટિ ને શીતળછાંયા પ્રદાન કરવાના ઉમદા હેતુ થી આ બંન્ને પ્રકૃતિપ્રેમી મહાનુભાવોએ "સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ - રાજકોટ" ના માધ્યમથી સમગ્ર સુરત ને "ગ્રીન સિટી" બનાવવા માટે તથા સુરત ના વાતાવરણ ની કાયાપલટ કરવા માટે તેમજ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી અત્યંત વિનમ્ર તેમજ સેવા તથા કુદરત ના ઋણ અદા કરવાના ભાવ થી 50000 થી પણ વધુ બહુવર્ષાયુ વૃક્ષો નુ વાવેતર કરવા માટે સમગ્ર સુરત શહેર ને દત્તક લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે એ ખરેખર ખુબ જ સરાહનીય અને વંદનીય છે...સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ના કાર્ય થી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. આ તમામ વૃક્ષો ના રોપણ તથા ઉછેર ની 3 વર્ષ સુધી ની જવાબદારી સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ રાજકોટ ના સ્થાપક શ્રી વિજય ભાઈ ડોબરીયા એ સેવા ભાવના થી ઉઠાવી છે. 25 ટ્રેક્ટર અને 25 ટેન્કર સાથે 100 માણસો નો પગારદાર સ્ટાફ ત્રણ વર્ષ સુધી સુરત મા રોકાઇને આ ભગીરથ કાર્ય ને પુર્ણ કરશે... એક વૃક્ષ ના ઉછેર પાછળ અંદાજીત 2500 રૂપિયા જેટલો ખર્ચ થશે... જે સંપુર્ણ રીતે આ પર્યાવરણપ્રેમી બંધુઓ દ્વારા ઉઠાવવામાં આવશે.... કહેવાય છે ને કે આત્મવિશ્વાસ, અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પ આ ત્રણ તીર જેના ભાથામાં હોય ને તેઓ ગમે તેટલું અઘરૂ નિશાન પણ વીંધી શકે છે એવી જ રીતે આત્મવિશ્વાસ, અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પ સાથે વિજય ભાઈ ડોબરીયા એ સદભાવના ટ્રસ્ટના માધ્યમથી સેવાની સુવાસ ફેલાવવાનુ ચાલુ કર્યુ અને આજે આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત છે કે આ બંને દાતાશ્રીઓ જેમ સોનામાં સુગંધ ભળે તેમ સદભાવના ટ્રસ્ટ સાથે જોડાઈને સુરત શહેર ની જનતા માટે એક અવિસ્મરણીય કાર્ય કરવા જઈ રહ્યા છે.
સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા સાત વર્ષ મા ગુજરાત મા 17 લાખ થી પણ વધારે વૃક્ષો નુ વાવેતર કરીને તેનો સુવ્યવસ્થિત ઉછેર કરી ને તેમનું જતન કરવામાં આવી રહ્યુ છે.શૈલેષ ભાઈ લુખી તથા નંદેશ ભાઈ લુખી દ્વારા દેશીકુળ ના બહુવર્ષાયુ વૃક્ષો થી સુરત ને જોડતા હાઈવે તથા શહેરના મુખ્ય માર્ગો હરીયાળા બનાવવામાં આવશે. જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી વિવિધ કેમ્પસમાં અને સુરત ના અન્ય અનેક જાહેર સ્થળોએ ગાઢ જંગલો નિર્માણ પામશે. અપાર વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કરવામાં આવશે.
વૃક્ષો વાવવા સહેલા છે પણ તેની માવજત અઘરી છે. જ્યારે સુરત માં 10 ફુટ ના વૃક્ષોના રોપાના વાવેતર સાથે તેને 8 ફુટ ના લોખંડ ના પિંજરા(ગ્રીન મેટ સાથેના) થી રક્ષણ આપવામાં આવશે અને સાથે સાથે જાહેર સ્થળોએ વાવેલા આ તમામ (અંદાજે 50,000 થી વધુ) વૃક્ષો ને પાણી પીવડાવવા તથા સંપુર્ણ ઉછેર ની જવાબદારી નિભાવવામાં આવશે. કોઈ કારણોસર કોઈ રોપા ને નુકસાન થાય તો એની જગ્યાએ નવા રોપાનું વાવેતર કરવામાં આવશે. સુરત બાદ સમગ્ર ગુજરાત ને પણ "ગ્રીન સ્ટેટ" બનાવવાનુ મહત્ત્વાકાંક્ષી સ્વપ્ન છે.. પહેલા ના સમયમાં ઠેરઠેર વૃક્ષો નો જમાવડો હતો ગાઢ જંગલો હતા પરંતુ આ વધતા શહેરીકરણ ની આડમાં અસંખ્ય વૃક્ષો નુ નિકંદન નિકળી ગયુ છે ત્યારે ફરી પાછા એ જ હાઈવે, રસ્તાઓ તેમજ શહેર ને હરીયાળું કરવાનું અભિયાન સ્વૈચ્છિક રીતે પર્યાવરણ તેમજ પ્રકૃતિ માતા તેમજ સજીવ સૃષ્ટિ ની સેવા કરવાની ભાવનાથી હાથ ધરવામાં આવ્યું હોવાનું આ અભિયાન ના સ્વપ્નદ્રષ્ટા એવા શૈલેષભાઈ લુખી એ જણાવ્યું છે.હાલમાં ઠેર ઠેર વધી રહેલા પ્રદુષણ, હવામાં ઝેરી તત્ત્વો નુ વધતું પ્રમાણ, વરસાદ ની અછત, તાપમાનમાં વધારો, અતિવૃષ્ટિ - અનાવૃષ્ટિ તેમજ ગ્લોબલ વોર્મિંગ ની અનેક સમસ્યાઓનો એક જ ઉકેલ છે.... વૃક્ષો...
એટલે જ કીધુ છે કે,માનવી ચોક્કસ વાવ તું, કાં વૃક્ષ ને કાં વેલ,,નહીંતર સહેવા પડશે, કુદરત નાં આકરાં ખેલ...ઉપરોક્ત અનેક સમસ્યાઓ અંગે શૈલેષ ભાઈ તથા નંદેશ ભાઈ ના મન માં આ ગંભીર બાબત ની ચિંતા ઊભી થઈ અને સુરત શહેરની જનતાના સ્વાસ્થ્ય પ્રત્યે તેઓ જાગૃત થયા અને સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ સાથે મળીને આવનારી પેઢી ના તંદુરસ્ત ભવિષ્ય માટે સમગ્ર સુરત શહેરને દત્તક લઈ ને આ પ્રદુષણ રૂપી ઝેર નુ પાન કરતાં નિલકંઠ રૂપી વૃક્ષો નુ વાવેતર અને જતન કરવાનો સંકલ્પ કર્યો છે.
આવા અસંખ્ય વૃક્ષો વાવવાથી સુરત ની એક અલગ જ "ગ્રીન સિટી" (હરિયાળું શહેર) ની છાપ ઊભી થશે. વૃક્ષો અનેક રીતે સજીવ સૃષ્ટિ ને ઉપયોગી છે એ આપણે સૌ જાણીએ છીએ... અસંખ્ય પક્ષીઓના ખોરાક તેમજ રહેઠાણ નુ માધ્યમ બનશે આ વૃક્ષો... પશુઓ તેમજ માનવીને છાંયડો આપશે આ વૃક્ષો... પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયાથી હવામાં ઓક્સિજન નુ પ્રમાણ વધારશે આ વૃક્ષો.. જમીન નુ ધોવાણ અટકાવશે આ વૃક્ષો.. વાદળો ખેંચી લાવી નિયમિત વરસાદ લાવશે આ વૃક્ષો... તાપમાન મા ઘટાડો કરશે આ વૃક્ષો... સુરત શહેર ની અલગ ઓળખ ઊભી કરશે આ વૃક્ષો..ભવિષ્યમાં આવનારી પેઢી ના સારા સ્વાસ્થ્ય સભર અને રોગમુક્ત જીવન માટે આ વૃક્ષો ખુબ જ જરૂરી છે. આવા અનેક રીતે લાભદાયક એવા વૃક્ષોનુ વાવેતર તેમજ જતન કરી ને દરેક નાગરિકે પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાની જરૂરિયાત છે એવી ભાવના વૃક્ષારોપણ ના આ મહાઅભિયાનના પર્યાવરણપ્રેમી પ્રણેતા એવા શ્રી શૈલેષભાઈ લુખી તથા શ્રી નંદેશભાઈ લુખી એ વ્યકત કરી છે..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.