ડી. એસ. વી. કે. હાઈસ્કૂલ જસદણમાં "એક પેડ માઁ કે નામ" કાર્યક્રમ યોજાયો - At This Time

ડી. એસ. વી. કે. હાઈસ્કૂલ જસદણમાં “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ યોજાયો


જસદણની ડી. એસ. વી. કે. હાઈસ્કૂલમાં સંજીવની ઈકો ક્લબનાં કન્વીનર કીરીટભાઈ પરમાર દ્વારા વિધાર્થીઓ વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત બને તે માટે "એક પેડ માઁ કે નામ" થીમ મુજબ જે વિધાર્થી પોતાના ઘરે અથવા વાડીએ વૃક્ષ વાવે તેનો ફોટો પાડીને મોકલાવે તેવાં વિધાર્થીનું જાહેરમાં સન્માન કરી પ્રોત્સાહક ઈનામ આપવાનું જાહેર કરેલ હતુ તે અંર્તગત શાળા નાં ધોરણ ૧૧ ના બે વિધાર્થીઓ વિરાજ ડાભી અને મયંક ડાભીનું સન્માન કેતનભાઈ બગથરીયા અને પરસોતમભાઈ વાઢીયાના હસ્તે કરવામા આવેલ હતુ. શાળાનાં ઈન. આચાર્ય પ્રકાશભાઈ રામોલિયા એ આ કાર્યને બીરદાવી અને અભિનંદન પાઠવેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.