પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના(PM-KISAN) હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” અને બેંક ખાતા “આધારસિડિંગ” કરવા અનુરોધ
લાભાર્થીઓએ ૭ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં "આધાર e-KYC” કરવું ફરજીયાત
ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN)યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને "આધાર e-KYC” કરવું ફરજીયાત છે. જે લાભાર્થીઓ તા.૦૭/૦૯/૨૦૨૨ પહેલા e-KYC નહીં કરાવે તેમને આગળનો સહાયનો હપ્તો જમા થશે નહી. લાભાર્થીઓ જાતે પણ "આધાર e-KYC” કરી શકશે. જે માટે પી.એમ.કિસાન પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધાર e-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી પણ e-KYC કરાવી શકે છે, જેનો ચાર્જ રૂ.૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતસરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે "આધાર e-KYC” અને બેંક ખાતા સાથે"આધાર સિડિંગ” કરાવવું ફરજીયાત છે. જેથી લાભાર્થીઓને સુચનાનું પાલન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.