જામનગર જિલ્લામાં શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે*
*જામનગર જિલ્લામાં શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે*
*ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ કૃત્યો પર જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી*
જામનગર તા.04, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા બંધારણની કલમ-૩૨૪ મુજબ બાહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓના અમલ માટે જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૭(૧) (છ) હેઠળ જામનગર જિલ્લાના વિસ્તારમાં જાહેરનામાંની તારીખથી શરૂ કરીને ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી) નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પાડેલ છે.
જે મુજબ છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના મદદનીશ નિવાર્ચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, કે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામાંના કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯પ૧ની કલમ-૧૩પ(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.
રિપોર્ટર
રાહુલ ગાંધી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.